ગુજરાતના રાજકારણમાં વધુ એક રાજકીય પાર્ટીની દસ્તક! મમતા બેનર્જી હવે ગુજરાતમાં કરશે ખેલા

ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા મહેમાનોનું આગમન જોવા મળી રહ્યું છે. જોકે, 2022માં ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ યોજાનાર છે ત્યારે તમામ પક્ષો તૈયારીમાં લાગેલા છે. એવામાં વધુ એક પક્ષ ગુજરાતના રાજકારણમાં (Gujarat Politics) પગ પેસારાની તક શોધી રહ્યો છે. એક બાદ એક મોટા નેતાઓ ગુજરાતની રાજનીતિ તરફ વળી રહ્યા છે. એવામાં વધુ એક રાજકીય નેતા ગુજરાતના રાજકારણમાં સક્રિય થવા તક શોધી રહ્યા છે. ત્યારે ગુજરાતના રાજકારણમાં વધુ એક પાર્ટીની દસ્તક સામે આવી છે. જે ગુજરાતના રાજકારણમાં મમતા બેનર્જીની એન્ટ્રી થઇ રહી છે.
21 જુલાઈના એટલે આજે TMC શહીદ દિવસ મનાવી રહીં છે. આ દરમિયાન મમતા બેનર્જી વર્ચ્યુઅલી સંબોધન કરશે. જેને લઈને અમદાવાદના ગીતા મંદિર બસસ્ટેન્ડ ખાતે મમતા બેનર્જીના પોસ્ટર લાગ્યા છે. ગુજરાતમાં સ્ક્રીન પર મમતા બેનર્જીનું ભાષણ પ્રસારીત કરવામાં આવશે. ત્યારે આ મમતા બેનર્જીના પોસ્ટરથી રાજકારણ ગરમાયુ છે.
આ પહેલા અસુદ્દીન ઔવેસીની પાર્ટી AIMIM પછી દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ બાદ હવે ગુજરાતની રાજનીતિમાં નવો પક્ષ મમતા બેનર્જીની પાર્ટી તૂણ મૂલ કોંગ્રેસ. જે TMCના હવે ગુજરાતમાં સક્રિય થવાના એંધાણ મળી રહ્યા છે.ગુજરાતના રાજકારણ માટે અને આગામી વિધાનસભાની ચૂંટણીમાં રસાકસીનો ખેલ સર્જાય તેવા એંધાણ આવી રહ્યા છે.
પાછલા ઘણા વર્ષો સુધી ગુજરાતમાં માત્ર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ચૂંટણી જંગ જામતો હતો. જ્યારે, તાજેતરમાં જ આમ આદમી પાર્ટી, ઓવૈસીની પાર્ટી AIMIM એ ગુજરાતના રાજકારણમાં પગપેસારો કર્યો છે. આ બે નવી પાર્ટીઓના પગપેસારાથી ભાજપ ચિંતિત તો થયું જ હતું,