गुजरात
ભુજની જી. કે. જનરલ હોસ્પિટલની કથળેલી હાલત બાબતે નવમા દિવસે પણ ભૂખ હડતાળ ચાલુ
ભૂજ. કચ્છ
રિપોર્ટર. કાંતિલાલ સોલંકી
અડાણી સંચાલિત જી.કે જનરલ હોસ્પિટલ ની કથડેલી આરોગ્ય સુવિધાઓ ને સુધારવાની માંગ સાથે છેલ્લા 9 દિવસ થી ભુખહળતાલ પર બેઠેલા બહુજન આર્મી ના સંસ્થાપક લખનભાઈ ધુવા લાલજીભાઈ મહેશ્વરી સાયાભાઈ મહેશ્વરી ની માંગો સ્વિકાર કરવા બાબતે શ્રી મામૈઈ મહેશ્વરી સમાજ ભુજ દ્વારા આજ રોજ આવેદનપત્ર પાઠવી પ્રમુખ શ્રી બુધારામભાઈ મહેશ્વરી દ્વારા જણાવાયુ કે આ મુદે 48 કલાક મા કોઈ ઠોસ નિર્ણય લેવામા આવે અન્યથા કચ્છ ની જનતા ના આરોગ્ય મુદે બહુજન આર્મી લડી રહી છે તેઓની સાથે રહી સમસ્ત કચ્છ ભરમા ઉગ્ર આંદોલન કરવામા આવશે તેવું શ્રી મામૈઈ મહેશ્વરી સમાજ ભુજ દ્વારા જણાવવામાં આવ્યું હતું