गुजरात

પોર્ટબ્લેર ખાતે INHS ધન્વંતરીમાં ઓક્સિજન જનરેશન પ્લાન્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું

Anil Makwana

જીએનએ અમદાવાદ

પોર્ટબ્લેર ખાતે ભારતીય નેવલ હોસ્પિટલ INHS ધન્વંતરીમાં 19 જુલાઇ 2021ના રોજ આંદામાન અને નિકોબાર કમાન્ડના કમાન્ડર-ઇન-ચીફ (CINCAN) લેફ્ટેનન્ટ જનરલ અજઇસિંહના હસ્તે ઓક્સિજન જનરેશન પ્લાન્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. કોવિડ-19ની પરિસ્થિતિ વચ્ચે આંદામાન અને નિકોબારના ટાપુઓ પર મેડિકલ અને સહાયક સુવિધાઓમાં વૃદ્ધિ કરવા માટે આ પ્લાન્ટ ઇન્સ્ટોલ કરવામાં આવ્યો છે. આ પ્લાન્ટ ઉભો કરવાની કામગીરી આંદામાન અને નિકોબાર કમાન્ડ દ્વારા મેસર્સ ITD સીમેન્ટેશન ઇન્ડિયા લિમિટેડ મારફતે કરવામાં આવી હતી જેઓ આ કમાન્ડ ખાતે મોટી સમુદ્રી માળખાકીય સુવિધાઓની પરિયોજનાઓનું કામ કરે છે.

 

કંપનીએ આ કાર્ય પોતાની કોર્પોરેટ સામાજિક જવાબદારી (CSR) પહેલ હેઠળ કર્યું હતું. કોવિડ-19ના કારણે પ્રતિબંધો લાગુ કરવામાં આવ્યા છે તેવી સ્થિતિ વચ્ચે પણ, ચેન્નઇથી નવો ઓક્સિજન પ્લાન્ટ ખરીદવામાં આવ્યો છે અને ખૂબ ટૂંકા સમયમાં INHS ધન્વંતરી ખાતે સ્થાપિત કરવામાં આવ્યો છે. આ સુવિધા હોસ્પિટલની અંદરની ફક્ત આંતરિક/ઇન-હાઉસ સુવિધા તરીકે રહેશે જેમાં હોસ્પિટલ માટે મેડિકલ ગ્રેડના ઓક્સિજનનું ઉત્પાદન કરવામાં આવશે. આનાથી નિર્દિષ્ટ બેડને ઓક્સિજનનો અવિરત પુરવઠો સુનિશ્ચિત થઇ શકશે અને આ પ્રકારે આંદામાન અને નિકોબારના ટાપુઓને કોવિડ-19 મહામારી સામે લડવામાં ખૂબ મોટી સહાય પ્રાપ્ત થશે અને નોંધપાત્ર પ્રમાણમાં તેની આત્મનિર્ભરતા વધશે.

આંદામાન અને નિકોબાર પ્રશાસનના કમાન્ડર કમ સચિવ (આરોગ્ય) શ્રી ડૉ. વી. ચંદાવેલૌ; આંદામાન અને નિકોબાર ટાપુઓના નિદેશક (આરોગ્ય) ડૉ. ઓમકારસિંહ; મેસર્સ ITD સીમેન્ટેશન ઇન્ડિયા લિમિટેડના પ્રોજેક્ટ હેડ શ્રી અંજન હલ્દેર અને ANCના વરિષ્ઠ અધિકારીઓ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.

Related Articles

Back to top button
preload imagepreload image