અમદાવાદ : AMTS-BRTS બંધ થતા ‘રિક્ષા ગેંગ’નો આતંક! હીરાના વેપારીનું પેકેટ ચોરાયું

અમદાવાદ : રિક્ષામાં પેસેન્જર બેસાડીએ નજર ચૂકવીને ચોરી કરતી ગેંગ દિવસેને દિવસે આતંક વધતો જાય છે. હવે તો આ અંગે હીરાના પકેટ ની ચોરી કરી હોવાનો બનાવ સામે આવ્યો છે. નિકોલ વિસ્તારમાં રહેતા અને બાપુનગર ખાતે હીરાની લે વેચ નું કામકાજ કે પ્રવીણ ભાઈ પટોળીયા 18મી માર્ચે સવારે હીરા વેચવા માટે ભાવનગર ગયા હતા. જોકે હીરા ના વેચતા તેઓ અને તેમના ભાગીદાર કનુભાઈ ગોંડલિયા સાંજ ના સમયે લક્ઝરી બાદમાં બેસી અમદાવાદ આવવા માટે નીકળ્યા હતા.
રાત્રિના સાડા નવ વાગ્યાની આસપાસ તેઓ અમદાવાદ પહોંચ્યા હતા. જ્યાંથી રિક્ષા માં તેઓ કાલુપુર સર્કલ ઉતર્યા હતા. કાલુપુર બ્રિજ પર થી એક રિક્ષામાં બેસી તેઓ ઠક્કર નગર જવા માટે નીકળ્યા હતા. જે રિક્ષા માં અગાઉ થી જ રિક્ષા ચાલક સહિત પાંચ લોકો બેઠા હતા. જેમાં એક વ્યક્તિ ને રિક્ષા ચાલક તેની પાસે બેસાડી ફરિયાદી અને તેના ભાગીદાર ને પાછળની સીટમાં બેસાડ્યા હતા.