गुजरात

GSEB HSC Result 2021 Live Updates : ધોરણ 12-સાયન્સનું પરિણામ જાહેર, ફક્ત શાળાઓ જ કરી શકશે ડાઉનલોડ

ગાંધીનગર : કોરોનાકાળમાં પહેલીવાર ધોરણ 12 સાયન્સની પરીક્ષા લેવાયા વગર વિદ્યાર્થીઓને પરિણામ( GSEB HSC Result 2021) જાહેર થયું છે. આજે સવારે 8.00 વાગ્યાથી આ પરિણામ બોર્ડની વેબસાઇટ પરથી ફક્ત શાળાઓ તપાસી શકશે. આ અંગે બોર્ડ દ્વારા બહાર પાડવામાં પરિપત્રમાં જણાવવામાં આવ્યું હતું આ અંગે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ , ગાંધીનગરે જણાવાયું છે કે , રાજ્ય સરકારે ધો-12 વિજ્ઞાન પ્રવાહના વર્ષ 2021ના નિયમિત ઉમેદવારોની પરીક્ષા રદ કરીને શિક્ષણ વિભાગે વિદ્યાર્થીઓના પરિણામ જાહેર કરવા માટે એક નવી નીતિ જાહેર કરી હતી જે મુજબ વિદ્યાર્થીઓના પરિણામ જાહેર કરવામાં આવી શકે છે.

કેવી રીતે નક્કી કરવામાં આવશે પરિણામ

ધોરણ 12ના તમામ પ્રવાહના નિયમિત ઉમેદવાર માટે સરકાર દ્વારા ગુણાંકન પદ્ધતિ અનુસાર પરિણામ તૈયાર કરવામાં આવશે. આ પરિણામ પ્રસિદ્ધ થયા બાદ કોઈ વિદ્યાર્થીને પરિણામથી અંસતોષ હોય તો તેવા વિદ્યાર્થી પરિણામ પ્રસિદ્ધ થયાના 15 દિવસમાં પોતાનું પરિણામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરની કચેરીમાં જમા કરાવવાનું રહેશે. આ અંગેનો કાર્યક્રમ હવે પછી જાહેર કરવામાં આવશે.

ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહના નિયમિત વિદ્યાર્થીઓનું પરિણામ બોર્ડની વેબસાઇટ result.gseb.org આવતીકાલે તા.17 જુલાઈ ના રોજ સવારના 8:00 કલાકથી જાહેર કરવામાં આવ્યું છે . શાળાઓ તેઓની શાળાનું પરિણામ શાળાના ઇન્ડેક્ષ નંબર અને પાસવર્ડ મારફતે લોગીન કરી ડાઉનલોડ કરી શકશે તથા જોઇ શકશે. શાળાએ વિદ્યાર્થીઓને ગુણપત્રકની નકલ આપવાની રહેશે અને તેના પરિણામની જાણ કરવાની રહેશે.

Related Articles

Back to top button