गुजरात

રતનપરના શખ્સને ત્રણ વર્ષ અને માતા-પુત્રને 3 મહિનાની સજા | Ratanpar man sentenced to three years and mother son to 3 months



– વાડીના સહિયારા શેઢે ખડ વાઢવા બાબતે હુમલો કર્યો હતો

– 6 વર્ષ જૂના કેસમાં ગઢડા કોર્ટે સજા અને દંડનો હુકમ કર્યો

ભાવનગર : ગઢડા તાલુકાના રતનપર ગામના શખ્સને મારામારીના કેસમાં ત્રણ વર્ષ અને માતા-પુત્રને ત્રણ માસની સજા, રોકડ રકમનો દંડ ફટકારવામાં આવ્યો છે.

પ્રાપ્ત વિગત અનુસાર ગઢડાના રતનપર ગામે રામાભાઈની વાડીના સહિયારા શેઢા ઉપર ગત તા.૧૪-૧૦-૨૦૧૯ના રોજ સાંજના સમયે સંગીતાબેન પ્રવીણભાઈ પરમાર અને તેમના માતા ખડ વાઢી રહ્યા હતા. તે સમયે સંગીતાબેનના સના આલાભાઈ પરમાર, જગો ઉર્ફે અનિલ સનાભાઈ પરમાર, લાભુબેન સનાભાઈ પરમાર અને આશાબેન સનાભાઈ પરમારે આવી અહીં કેમ ખડ વાઢો છો ? તેમ કહીં ગાળો દઈ ધારિયા, લાકડી, દાતરડા વડે હુમલો કરી માતા-પિતા, પુત્રી સહિતનાઓને માર માર્યો હતો. જે બનાવ અંગે યુવતીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. દરમિયાનમાં આ અંગેનો કેસ ગઢડાના જ્યુડી. મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસની કોર્ટમાં ચાલી જતાં સના પરમારને ત્રણ વર્ષ સાદી કેદ, તેના પુત્ર જગો ઉર્ફે અનિલ પરમાર અને પત્ની લાભુબેનને ત્રણ માસની કેદ તેમજ ત્રણેયને દંડ ભરવા કોર્ટે હુકમ કર્યો હતો.



Source link

Related Articles

Back to top button