गुजरात

Valsad: મંદિરમાં ભગવાનના દર્શન કરતાં કરતાં જ વેપારી ઢળી પડ્યા ને થયું મોત

વલસાડઃ શહેરના જાણીતા બિલ્ડર જયંતિ ખાલપ પટેલનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું છે. તેમના મૃત્યુનો વીડિયો વાયરલ થયો છે. વડોદરાના મંદિરે દર્શન કરવા ગયેલ અને મંદિરમાં દર્શન કરતા કરતા હાર્ટ એટેક આવ્યો હતો. મંદિરમાં જ એટેક બાદ મૃત્યુ થયું હતું.

વલસાડના ખુબ જ જાણીતા બિલ્ડર અને લોકોની વચ્ચે રહી સામાજિક કામમાં જયંતીભાઈ અગ્રેસર હતા. વલસાડમાં વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જયંતિભાઈ દમણના સાંસદ લાલુભાઈ પટેલના બનેવી હતા.

Surat : વેપારીને નિર્વસ્ત્ર કરી માર્કેટમાં ફેરવ્યો, વીડિયો થયો વાયરલ

આ વીડિોય સુરત TT ટેકસટાઇલ માર્કેટનો છે. સુરત ટેક્સટાઇલ માર્કેટ માટે આ પ્રકારની સ્થિતિ ગંભીર છે. આ વીડિયો વાયરલ થતાં પોલીસ તપાસની માંગ ઉઠી છે. વીડિયોમાં જોઇ શકાય છે કે, એક આધેડ વેપારીને નિર્વસ્ત્ર કરી એક બોર્ડ હાથમાં અપાયું છે

અને તેના પર ચોર લખાયું છે. આ વીડિયો અત્યારે ભારે વાયરલ થઈ રહ્યો છે.
Arvalli : યુવક બસ સ્ટેન્ડમાંથી એસટી બસ લઈને ભાગ્યો ને પછી તો…..

મેઘરજઃ અરવલ્લીમાં એક યુવક એસટી બસ લઈને ફરાર થઈ જતાં ભારે હોબાળો મચી ગયો હતો. મેઘરજ એસટી ડેપોમાંથી એસટી બસ લઇ યુવક ભાગ્યો હતો. બસ ડ્રાઈવર કુદરતી હાજતે ગયો અને યુવક બસમાં બેસી બસ લઈને ભાગ્યો હતો.

યુવકે હાઇવે પર બે વાહનોને ટક્કર મારી હતી. પીછો કરી એસટી બસને રોકતા બસ રોડ સાઈડમાં ફસાઈ હતી. યુવક માનસિક અસ્થિર હોવાનું પ્રાથમિક તારણ છે. જોકે, કોઈ જાનહાની નહિ થતા હાશકારો અનુભવાયો હતો.

Related Articles

Back to top button