गुजरात

બોટાદ કલેકટરને બ્રહ્મસમાજ સહીત સાધુ સંતો અને વિહિપના આગેવાને આપ્યું આવેદનપત્ર

ગોપાલ ઇટાલિયાના વાયરલ થયેલ વિડીયો સંદર્ભે આપ્યું આવેદનપત્ર

બોટાદ

રીપોર્ટ – રાઠોડ પ્રકાશ

બોટાદ બ્રહ્મસમાજ અને સાધુ સંતો તેમજ વિશ્વ હિન્દૂ પરિસદના આગેવાન મોન્ટુભાઈ માળીએ અધિક કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું છે. આ આવેદનપત્રમા ગોપાલ ઈટાલીયા દ્વારા વાયરલ થયેલ વીડિયોમાં બ્રાહ્મણ સમુદાય અને કથાકારીઓને અભદ્ર ટીપણી કરી હોવાના દાવા સાથે સમસ્ત હિન્દૂ સમાજની લાગણી દુભાણી હોય આથી ગોપાલ ઈટાલીયા પર કાર્યવાહી કરવાની માંગ સાથે આવેદનપત્ર પાઠવાયું છે. જેમાં સમસ્ત બ્રહ્મ સમાજ પ્રમુખ ધર્મેન્દ્ર મહારાજ અને અલ્કેશભાઈ ભટ્ટની આગેવાનીમાં યુવાનો તેમજ સાધુ સંતો અને વિશ્વ હિન્દૂ પરિસદના આગેવાન મોન્ટુભાઈ માળીએ આવેદનપત્ર પાઠવી રોષ વ્યક્ત કર્યો હતો.

Related Articles

Back to top button