गुजरात
આદિપુર-ગાંધીધામની રામબાગ હોસ્પિટલ ફરીવાર ગરીબ દર્દીઓ માટે આશીર્વાદ રૂપ સાબિત થઈ
ગાંધીધામ
રિપોર્ટર. કાંતિલાલ સોલંકી
ગાંધીધામ- આદિપુર મધ્યે આવેલી રામબાગ હોસ્પિટલમાં જનરલ સજૅન ડૉક્ટર સાહેબ દ્વારા એક જ અઠવાડિયામા 3 કેન્સર ની જટિલ સજૅરીઓ પાર પાડવામાં આવી .. જેમાં બે દર્દીઓ છાતી ના કેન્સર (Breast carcinoma)થી પીડાતા હતા જયારે અન્ય દર્દી અંડાશયનુ કેન્સર ( Ovarian carcinoma) થી પીડાતા હતા.
ત્યારે તે લોકોએ રામબાગ હોસ્પિટલ નો સંપર્ક સાધતા ડૉ. કિશન કટુઆ (જનરલ સર્જન)એ ઓપરેશન કર્યું હતું ત્યારબાદ સમયાંતરે દર્દીની તબિયતમાં સુધારો થતાં દર્દીઓને હોસ્પિટલથી સ્વસ્થ હાલતમાં રજા આપવામાં આવી હતી અને અત્યારે દર્દીઓની આગળની ડોઝ અને શેક ની સારવાર ચાલી રહેલ છે . આવી જટિલ સજૅરી ધર આગંણે થઈ જતા ત્રણે દર્દીઓને હોસ્પિટલ અને સ્ટાફ માટે માટે હર્ષ ઉલ્લાસ ની લાગણી વ્યક્ત કરી હતી.