Rathyatra 2021: આજે ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળશે, રથયાત્રા રૂટ પર કર્ફ્યૂ, લોખંડી પોલીસ બંદોબસ્ત
અમદાવાદઃ આજે રવિવારે અષાઢી બીજે અમદાવાદમાં ભગવાન જગન્નાથ નગર ચર્ચાએ નીકળશે. આ સાથે હરીભક્તોમાં હર્ષનો આંનદ છવાયો છે. જોકે, દર વર્ષે નીકળતી રથયાત્રા કરતા આ વખતની રથયાત્રા અલગ રહેશે. હજારો અને લાખો ભક્તોની ભીડના બદલે જૂજ ભક્તો સાથે રથયાત્રા નીળકનારી છે. રથયાત્રા સમયે રૂટમાં કર્ફ્યૂ અમલી બનશે. અને હજારો પોલીસ કર્મચારીઓનો ચાંપતો બંદોબસ્ત કરવામાં આવ્યો છે. આ સાથે કોરોનાના સંપૂર્ણ પ્રોટોકલ સાથે આ રથયાત્રા નીકળશે.
મંદિરમાં થનારી વિધિ
અષાઢી બીજે તારીખ 12-7-2021 સોમવારે જગન્નાથ મંદિર ખાતે સવારે 4 વાગ્યે મંગળા આરતી થશે જેમાં મુખ્ય અતિથિ તરીકે કેન્દ્રી ગૃહમંત્રી અમિત શાહ હાજર રહેશે. 4.30 વાગ્યે વિશિષ્ઠ ભોગ (ખિચડી) ભગવાનને ધરાવાશે. સવારે 5.30 વાગ્યે રથમાં ભગવાનનો પ્રવેશ, સવારે 7 વાગ્યે મંદિરથી રથયાત્રાનો શુભારંભ થશે જે 12 વાગ્યે નિજ મંદિર પરત ફરશે.
આ પ્રમાણે છે રથયાત્રાનો રૂટ
-
- જગન્નાથ મંદિરથી રથયાત્રા પ્રસ્થાન 7 સવારે
- મ્યુનિસિપલ કોર્પોરેશન 7:35 સવારે
-
- રાયપુર ચકલા 7:50 સવારે
-
- ખાડિયા ચાર રસ્તા 8 સવારે
-
- કાલુપુર સર્કલ 8:20 સવારે
-
- સરસપુર 8:40 સવારે
-
- રથયાત્રા વિરામ 8:40 સવારે થી 8:50 સવારે
-
- સરસપુરથી પ્રસ્થાન 8:50 સવારે
-
- કાલુપુર સર્કલ 9:15 સવારે
-
- પ્રેમ દરવાજા 9:30 સવારે
-
- દિલ્હી ચક્લા 9:50 સવારે
-
- શાહપુર દરવાજા 10:10 સવારે
-
- આર.સી.હાઈસ્કૂલ 10:35 સવારે
-
- પિતળીયા બંબા 10:55 સવારે
-
- પાનકોર નાકા 11:10 સવારે
-
- માણેક ચોક 11:30 સવારે
-
- જગન્નાથ મંદિર પરત 12 બપોરે
રથયાત્રા દરમિયાન પોલીસનો લોખંડી બંદોબસ્ત
-
- 21 કિમીના રૂટ પર રહેશે પોલીસનો લોખંડી બંદોબસ્ત
-
- 42 DCP, 74 ACP, 230 PI, 607 PSI રહેશે હાજર
-
- 11,800 હેડ કોન્સ્ટેબલ અને પોલીસ કોન્સ્ટેબલ રહેશે સુરક્ષામાં
-
- 34 SRP કંપની અને CAPF 9 કંપની રહેશે તૈનાત
-
- ચેતક કમાન્ડોની 1 ટીમ રહેશે સુરક્ષામાં તૈનાત
-
- 5900 હોમગાર્ડ જવાનો રહેશે સુરક્ષામાં તૈનાત
-
- બૉમ્બ સ્કોડની 13 ટીમ અને QRTની 15 ટીમો તૈનાત રહેશે
-
- રૂટમાં 8 પોલીસ સ્ટેશનના હદમાં રહેશે કર્ફ્યૂ
-
- કર્ફ્યૂનું ચુસ્તપણે પાલન કરાવવામાં આવશે
-
- લોખંડી બંદોબસ્ત વચ્ચે નીકળશે રથયાત્રા
-
- 15 જેટલા ડ્રોનથી હવાઈ નિરીક્ષણ કરવામાં આવશે
-
- ધાબા પોઇન્ટ આપી દૂરબીનથી રખાશે બાજ નજર
-
- 94થી વધુ CCTV કેમેરાથી રૂટનું નિરીક્ષણ કરાશે
94 CCTV કેમેરાથી રથયાત્રા પર નજર રખાશે
ભગવાન જગન્નાથજીની રથયાત્રા પર સીસીટીવીથી નજર રાખવામાં આવશે. 94 CCTV કેમેરાથી પોલીસની બાજ નજર રહેશે. રથયાત્રાના સમગ્ર રુટ પર સીસીટીવીથી નજર રાખવામાં આવશે. જેમાં સંવેદનશીલ એવા દરિયાપુર વિસ્તારમાં સૌથી વધુ સીસીટીવીથી નજર રાખવામાં આવશે. આ માટે તંબુ ચોકીમાં કંટ્રોલ રૂમ ઉભો કરવામાં આવ્યો છે. નિજ મંદિરથી સરસપુર અને સરસપુરથી નિજ મંદિરના રૂટ પર 94 CCTV કેમરા લગાવવામાં આવ્યા છે. પોલીસ અધિકારીઓ CCTVના માધ્યમથી રથયાત્રા પર ચાંપતી નજર રાખવામાં આવશે. આ વખતે પણ 94 CCTV પર અધિકારીઓ દ્વારા સતત મોનિટરીંગ કરાશે.
આ વિસ્તારોમાં લાગુ પડશે કર્ફ્યૂ
રથયાત્રા નિમિત્તે ગાયકવાડ હવેલી, ખાડીયા, કાલુપુર, શહેરકોટડા, માધુપુરા, દરીયાપુર, શાહપુર તથા કારંજ પોલીસ સ્ટેશન હદ વિસ્તાર કરફ્યુગ્રસ્ત જાહેર કરાયો છે. જ્યાં તમામ પ્રકારના વાહનોના અવરજવર પર પ્રતિબંધ રહેશે. તેમજ સરદાર બ્રિજથી ફુલબજારથી જમાલપુર ચાર રસ્તા, એસટી સર્કલ, આસ્ટોડિયા દરવાજા, સારંગપુર સર્કલ, પોટલીયા ચાર રસ્તા, નિર્મલપુરા ચાર રસ્તા, મેમ્કો ચાર રસ્તા, અમદુપુરા બ્રિજ નીચે ત્રણ રસ્તા, ઈદગાહ સર્કલ, પ્રેમ દરવાજા, દિલ્હી દરવાજા, રાહત સર્કલ, ગાંધીબ્રિજ શંકરભુવન ઢાળ ટી, નહેરુબ્રિજ રૂપાલી સિનેમા ત્રણ રસ્તા, એલિસબ્રિજ વિક્ટોરિયા ગાર્ડનથી ઉપર જણાવેલ પોલીસ સ્ટેશન વિસ્તારની હદમાં પ્રવેશ કરી નહિ શકાશે.
આ વિસ્તાર નો-પાર્કિંગ ઝોનમાં
શહેરના જમાલપુર ચકલા, વૈશ્યસભા, ખમાસા, ગોળલીમડા, આસ્ટોડિયા ચકલા, રાયપુર ચકલા, ખાડિયા જૂનો ગેટ, ખાડિયા ચાર રસ્તા, પાંચકૂવા, કાલુપુર સર્કલ, કાલુપુર ઓવરબ્રિજ, સરસપુર, પ્રેમદરવાજા, જોર્ડન રોડ , દિલ્હી ચકલા, ઘીકાંટા રોડ, ફુવારા, ચાંદલા ઓળ, સાંકડી શેરીના નાકે થઈ માણેકચોક શાક માર્કેટ, દાણાપીઠ સુધીના રસ્તામાં નો-પાર્કિંગ ઝોન રહેશે.