વાંસદા
રિપોર્ટર – બ્રિજેશ પટેલ
વાંસદા ખાતે ભાજપા સંગઠનને વધુ મજબૂત બનાવવા પ્રથમ કારોબારી સભાનું આયોજન કરાયું.
સભાની શરૂઆત દીપ પ્રાગટ્ય તથા વંદેમાતરમ ગીતથી કરવામાં આવી. વાંસદા તાલુકા ભાજપ પ્રમુખ મણીલાલભાઈ એ શાબ્દિક સ્વાગત વિધિ કરી તમામ કાર્યકર્તાઓનું સ્વાગત કર્યું હતું..તથા તમામ કાર્યકર્તાઓને જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી એ શિસ્તને વળગેલી પાર્ટી છે , આવનાર સમયમાં થનાર તમામ કાર્યક્રમોમાં પંચુઅલ રહેવા જણાવ્યું હતું.
વધુમાં ખેરગામ તાલુકાના પ્રભારી એવા મહેશભાઈ ગામીતે જણાવ્યું હતું કે કોરોના મહામારીમાં પાર્ટી એ અનેક કાર્યકર્તા ઓને ગુમાવ્યા છે. તો આ પ્રસંગે તેઓને માટે મૌન પાડી તથા ૐ શંખનાદ દ્વારા શ્રદ્ધાંજલિ આપવા આહવાન કર્યું હતું…જિલ્લા મહામંત્રી ભગુભાઈ દ્વારા રાજકીય પ્રસ્તાવ મુકવામાં આવ્યો હતો જેનો તાલુકાના પ્રભારી એવાં જયંતીભાઈ પરમારે અનુમોદન આપ્યુ હતુ. વધુમા જિલ્લા ઉપપ્રમુખ એવા વિરલભાઈ વ્યાસે કાર્યકર્તાઓને સંગઠન વધુ મજબૂત બનાવવા શક્તિ કેન્દ્રોની મુલાકાત વધુમા વધુ કરવા હાકલ કરી હતી ..
કાર્યક્રમને આગળ ધપાવતા જિલ્લા સહપ્રભારી રણજીત ભાઈ ચીમના એ જણાવ્યું હતું કે પેજ પ્રમુખ અને પેજકમીટીનું માળખું એ ભાજપ ને આગળ ધપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. હમેશા માઇક્રો લેવલ થી કામ કરવાની તથા આવનાર ૨૦૨૨ ની વિધાનસભાની ચૂંટણીમાં વાંસદમાં કેસરિયો લહેરાય એમ જણાવ્યું હતું …
અતિથી વિશેષ એવા જિલ્લા પ્રભારી ઉષાબેન પટેલે જણાવ્યું હતું કે પૂર્વ વનપર્યાવરણ મંત્રી શ્રી મંગુભાઇ પટેલને મધ્યપ્રદેશના ગવર્નર બનાવવામાં આવ્યા જે બદલ અભિનંદન પાઠવ્યા..વધુમાં તેઓએ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના વિકાસના અભિગમને આગળ ધપાવવા આહવાન કર્યું હતું અને તમામ કાર્યકર્તાઓને કોરોનાની રસી પોતે લે અને બીજા પણ લે એ માટે જનસંપર્ક કરવા જણાવ્યું હતું…
વાંસદા તાલુકા મહામંત્રી રાકેશભાઈ શર્માએ આભારવિધિ કરી હતી..અને સભાનું તમામ આયોજન તાલુકા મહામંત્રી સંજયભાઈ બિરારીએ કર્યું હતું…
આ સભામાં તમામ મોરચાના હોદેદારો તથા તાલુકા પંચાયત પ્રમુખ શાંતુંભાઈ, ઉપપ્રમુખ દશરથભાઈ, કારોબારી અધ્યક્ષ રસિકભાઈ ટાંક , તથા અશ્વિનભાઈ ગામીત, રાજુભાઇ પટેલ વગેરે હોદેદારો હાજર રહ્યા હતા..