ભચાઉ યુરો સિરામીક કંપનીમાં થયેલ કેબલ ચોરીનો ભેદ ઉલકી આરોપીઓને પકડી પાડી તમામ મુદ્દામાલ રીકવર કરતી ભચાઉ પોલીસ
કચ્છ
રિપોર્ટર. કાંતિલાલ સોલંકી
મે . પોલીસ મહાનિરીક્ષક શ્રી જે.આર.મોથાલીયા સાહેબ બોર્ડર રેન્જ કચ્છ ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી મયુર પાટીલ સાહેબ પૂર્વ કચ્છ ગાંધીધામ તથા નાયબ પોલીસ અધિક્ષક કે.જી.ઝાલા સાહેબ નાઓ તરફથી મિલ્કત સબંધી ગુનાઓ અટકાવવા તેમજ બનેલ ગુનાઓ તેમજ આરોપી શોધી કાઢવા સુચના હોઈ જે અનવ્ય ભચાઉ પોલીસ સ્ટેશન એફ.આઈ.આર રજી નં . ૦૨૦૪/૨૦૨૧ મુજબનો ગુનો બનેલ જે અનર્થે પોલીસ ઈન્સ્પેક્ટર શ્રી એસ.એન.કરંગીયા નાઓ દ્વારા ઉપરોક્ત ગુનો શોધી કાઢવા સુચના હોઈ જે બાબતે પોલીસ ઈન્સ્પેક્ટર એસ.એન.કરંગીયા તથા સાથેના પોલીસ સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન ખાનગી રાહે બાતમી હકિકત મળેલ કે યુરો કંપનીમાં થયેલ કેબલ ચોરીમાં કલ્પેશ મણકા રહે . ચોપડવા તા.ભચાઉ વાળો તથા રાહુલ મણકા રહે . નવાગામ તા.ભચાઉ વાળાઓ સંડોવાયેલા છે અને ચોરીનો કેબલ ભચાઉમાં ભંગારના વાડામાં વેચાણ કરેલ છે . જે બાતમી આધારે ઉપરોક્ત આરોપીઓને પકડી પાડી ભંગારના વાડામાંથી ચોરીમાં ગયેલ મુદ્દામાલ રીકવર કરી અનડીટેક્ટ ગુનો શોધી કાઢી તમામ ઈસમોને ગુના કામે રાઉન્ડ અપ કરી કોરોના ટેસ્ટની તજવીજ કરવામાં આવેલ છે . પકડાયેલ આરોપીઓ : ( ૧ ) કલ્પેશ અમુભાઈ ઉર્ફે ઉમરભાઈ શિરાચ ( મણકા ) ઉ.વ .૨૬ રહે ચોપડવા તા.ભચાઉ ( ૨ ) રાહુલ ઉફે ભુરો હોથીભાઈ છુછીયા ( મણકા ) ઉ.વ .૧૯ રહે . નવાગામ તા . ભચાઉ ( ૩ ) જાનમામદ આમદ જુણેજા ઉ.વ .૨૫ રહે . વોંધ તા.ભચાઉ ( ૪ ) કાયદાના સંઘર્ષમાં આવેલ બે ( ૨ ) બાળકો શોધી કાઢેલ ગુનો : ( ૧ ) ભચાઉ પો.સ્ટે . ગુ.ર.નં -૦૨૦૪ / ૨૦૨૧ ઈ.પી.કો કલમ ૪૫૪ , ૪૫૭ , ૩૮૦ મુજબ કજે કરેલ મુદ્દામાલ : ( ૧ ) કેબલ બાળીને કાઢેલ તાંબુ કિ.ગ્રા . ૧૨૮ કિ.રૂ. ૪૦,૦૦૦ / ( ૨ ) બજાજ પલ્સર મો.સા. રજી . નં- GJ – 12 – CB – 8080 કિ.રૂ .૨૦,૦૦૦ / ( ૩ ) બજાજ પલ્સર મો.સા. રજી . નં- MH – 03 – BF – 1689 કિ.રૂ .૩૦,૦૦૦ / ( ૪ ) મોબાઈલ ફોન નંગ -૦૪ કિ.રૂ .૪૦,૦૦૦ / કુલ્લે કિ.રૂ. ૧,૩૦,૦૦૦ / આ કામગીરી પોલીસ ઈન્સ્પેક્ટર શ્રી એસ.એન.કરંગીયા તથા પો.સ.ઈ શ્રી એ.કે.મકવાણા તથા ભચાઉ પોલીસ સ્ટાફ સાથે રહી કરવામાં આવેલ હતી