गुजरात

સુરત : સ્મીમેર હૉસ્પિટપલની ઘોર બેદરકારી, વાલ્વ ચાલું રહી જતા Covid વોર્ડમાં પાણી ભરાયા

સુરત : કોરોના વાઇરસના સંક્રમણમાં દિનપ્રતિદિન વધારો થવાના કારણે સુરત શહેરમાં દર્દીની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે સુરતની નવી સિલિવ હૉસ્પિટલ બાદ સ્મીમેર હોસ્પિટલ ખાતે કર્મચારીઓની બેજવાબદારી સામે આવી રહી છે. આ હૉસ્પિટલ માં વગર વરસાદે રેલ આવી હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતાની સાથે તંત્ર દોડતું થઇ ગયું હતું

સુરત શહેરમાં કોરોનાના કેસોમાં દિવસે ને દિવસે વધારો થઇ રહ્યો છે. સ્મીમેર કોરોના વોર્ડમાં પાણી ભરાયાનો વિડીયો શનિવારે વાઇરલ થયો હતો. સિવિલ અને સ્મીમેર કોવિડ હોસ્પિટલ ફુલ થતાં હવે સ્મીમેર હોસ્પિટલમાં જે આગોતરું આયોજન કરી મલ્ટિલેવલ પાર્કિંગમાં કોરોના વોર્ડ બનાવી હવે તેનો પણ ઉપયોગ શરૂ કર્યો છે.

સુરત સિવિલ કોવિડ હોસ્પિટલ અને સ્મીમેર હોસ્પિટલમાં જે રીતે બેદરકારીઓ થઇ રહી છે ત્યારે ગતરોજ આ મળતી લેવલ પાર્કિગ શરૂકરવામાં આવેલ હોસ્પિટલ માં અચાનક વગર વરસાદે પાણી ફરી વળતા વોડમાં દાખલ તમામ દર્દી મુશ્કેલીમાં વધારો થયો હતો જોકે આ વૈડીયો સોશિયલ મીડિયા વાઇરલ થતાની સાથે સુરત મનપા હરકત આવ્યુ હતું હતું.

આ પાણીનો વાલ બંધ કરવાનુંય કર્મચારી ભૂલી જતા આ પાણી ઓવરફ્લો થઇને વોર્ડમાં ફરી વળ્યું હતું. જોકે તંત્ર ધ્યાન પર આવતા અકર્મચારી વિરુદ્ધ પગલાં લેવાની સાથે દર્દી હાલાકી નહિ પડે તે માટે તાતકાલિક દોડી જઇને આ પાણીનો નિકાલ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. આમ સિવિલ માં આવેલી બેદરકારી અબ્દ સ્મીમેર બેદરકારીના વીડિયો વાઇરલ થતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

Related Articles

Back to top button