રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા આવેદનપત્ર અપાયું
કચ્છ
રિપોર્ટર. કાંતિલાલ સોલંકી
રાજ્ય સરકાર ના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ,પરિપત્ર કમાંક:એસ.સી.ડબ્લ્યુ-૧૦૯૦/૧૪૬૭/હ,સચિવાલય-ગાંધીનગર તા,૧૨-૦૧-૧૯૯૯ ના અનુસૂચિત જાતિ ના લોકો માટે હરિજન અને અનુસૂચિત જન જાતિ ના લોકો માટે ગિરિજન જેવા શબ્દો નો ઉપયોગ નહીં કરવા બાબત નો ઠરાવ કરવામાં આવેલ છે, આમ છતાં અનુસૂચિત જાતિ,અનુસૂચિત જનજાતિ ના લોકો ની અટક માં હરિજન શબ્દ લખેલ છે,આ શબ્દ ને નાબૂદ કરી એની જગ્યા એ મેઘવાર અથવા એમની પેટાજ્ઞાતિ લખવાનું તેમજ અનુસૂચિત જાતિ ના લોકો ના રેવન્યુ રેકર્ડ,મકાન મિલકત,પ્રમાણપત્રો, ચૂંટણીકાર્ડ, રાશનકાર્ડ.બેન્ક પાસબુક જેવી અનેક રેકર્ડ છે જેમાં હરિજન શબ્દ નો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે તે નાબૂદ કરવામાં આવે,
રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ-ગુજરાત અને કચ્છ જિલ્લા ની માંગ છે કે જેમ રાજ્ય સરકાર ગરીબ કલ્યાણ મેળા ચૂંટણીકાર્ડ આધારકાર્ડ બનાવવાના કેમ્પ લગાડી ને લોકો ને ઉપયોગી થઈ શકે છે એમ જ આ શબ્દ નાબૂદ કરવા પણ એક સરકારી અભિયાન ચલાવી ને આ ગેરબંધારણીય શબ્દ ને તાત્કાલિક અનુસૂચિત જાતિ ના અરજદારો ના રેકર્ડ માંથી દૂર કરવામાં આવે એ અંગે રાજ્ય ના મુખ્યમંત્રી શ્રી ને જિલ્લા કલેક્ટર-ભુજ મારફતે આવેદનપત્ર આપવામાં આવશે તેવું નરેશભાઈ મહેશ્વરીએ જણાવ્યું હતું