Drive through vaccination: GMDC ખાતે એક હજાર ખર્ચીને પણ રસી લેવા વહેલી સવારથી લાગી લાંબી કતારો

અમદાવાદ: શહેરના GMDC ગ્રાઉન્ડમાં 1 હજારના વહીવટી ચાર્જ સાથે ડ્રાઇવ થ્રુ વેક્સિનેશન શરૂ થયું છે. વેકસીન લેવા માટે વહેલી સવારથી ગાડીઓની કતાર લાગી હતી. પરંતુ GMDC ગ્રાઉન્ડમાં શરૂ કરવામાં આવેલી આ વેકસીનેશન પ્રક્રિયા સામે કેટલાક સવાલો ઉઠ્યા છે. તંત્ર દ્વારા ફ્રી વેકસીનેશન કરવામાં આવતું હતું ત્યારે લોકોને રજિસ્ટ્રેશન થતું ન હતું અને એ જ વેબસાઈટ હવે ચાર્જ વસૂલી વેકસીન આપવામાં આવી રહી છે. એટલુંજ નહિ ખાનગી હોસ્પિટલ લોકો પાસે 1 હજાર રૂપિયા લઈને વેકસીન આપવામાં આવી રહી છે છતાં કોઈપણ ભાડું નક્કી કર્યા વગર જ અને ભાડું વસુલ્યા વગર જ GMDC ગ્રાઉન્ડ ખાનગી હોસ્પિટલને ફાળવી દેવાતા વિવાદ સર્જાયો છે.
અમદાવાદના GMDC ગ્રાઉન્ડમાં 18 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે વેકસીનેશન શરૂ તો થયું છે પણ આ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તેની જાહેરાત થઈ ત્યારથી વિવાદ સર્જાયો છે.