વણશોધાયેલ ઘરફોડ ચોરીના બે ગુન્હાને શોધી આરોપીને પકડી પાડતી નખત્રાણા પોલીસ
નખત્રાણા
રિપોર્ટર. કમલેશ નાકરાની
પોલીસ મહાનિરીક્ષક શ્રી જે.આર.મોથલીયા સાહેબ બોર્ડર રેંજ ભુજ તથા શ્રી મયુર પાટીલ સાહેબ .પોલીસ અધિક્ષક પશ્ચિમ કચ્છ ભુજ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી વી.એન.યાદવ સાહેબની સુચના મુજબ પો.સ્ટે ખાતે દાખલ થયેલ ચોરી ના વણશોધાયેલ ગુન્હાઓ શોધવા માટે જરૂરી સુચના આપેલ . જે અનુસંધાને નખત્રાણા પોલીસ સ્ટેશનનાં પો.ઇન્સશ્રી બી.એમ.ચૌધરી નાઓના માર્ગદર્શન હેઠળ નખત્રાણા પો.સ્ટે એ.પાર્ટ ગુ.ર.નં -૯૪૬ / ૨૧ ઇ.પી.કો. ૫૪,૪૫૭,૩૮૦ , મુજબ ના ગુના કામે નખત્રાણા પોલીસ સ્ટેશનના મણીનગર વીસ્તાર માં ફરીયાદીના રહેણાક મકાનમાં કોઇ અજાણ્યા ચોર ઇસમો એ મકાનનાં દરવાજા નું તાળુ તોડી અંદર પ્રવેશ કરી તિજોરી તથા લોકર્સ તોડી સોનું તથા ચાંદી કી.રૂ. ૮૫,૦૦૦ / – તથા બાળકોની પીગી બેન્ક માથી રોકડ રૂ . ૩,૦૦૦ / – એક કુલ્લે કી.રૂ .૯૧,૦૦૦ / – નો મુદામાલ કોઇ અજાણ્યા ચોર ઇસમો ચોરી કરી લઇ ગયેલ જે કામે , અલગ – અલગ ટીમો બનાવી તેમજ હ્યુમન રીસોર્સીસ નો ઉપયોગ કરી સદરહુ વણશોધાયેલ ગુન્હો શોધી કાઢવા સારુ નખત્રાણા પો.સ્ટે . ના પોલીસ સ્ટાફ ના માણસો પેટ્રોલીંગમાં હતા . તે દરમ્યાન એ.એસ.આઇ મુકેશકુમાર સાધુ નાઓને ખાનગી રાહે સચોટ બાતમી હકિકત મળેલ કે લક્ષમણ ગુરખા નામના વ્યક્તિ એ આ ચોરી કરેલ છે અને આ ગુન્હા કામે ચોરીમાં ગયેલ મુદામાલ પૈકી અમુક મુદામાલ તે નખત્રાણા મેઇન બજાર મા કોઇ સોની ને ત્યા વેચવાની પેરર્વી માં છે જેથી વર્કઆઉટ કરી આ ચોરી કરનાર લક્ષમણ જનકસિંહ દમાઇ ઉ.વ. ૨૮ મુળ રહે . બીનાયક જી . અછામ નેપાળ હાલ રહે . મણીનગર વિસ્તાર નખત્રાણા . વાળા ને ચોરી માં ગયેલ અમુક મુદ્દામાલ સાથે પકડી પાડેલ અને તેની યુક્તિ પ્રયુક્તિથી પુછપરછ કરતા ઉપરોક્ત ચોરી કર્યા ની કબુલાત આપેલ અને ઉપરોક્ત ચોરીમાં ગયેલ નીચે મુજબનો મુદામાલ રીકવર કરેલ છે . તેમજ આરોપીની પુછપરછ દરમ્યાન નખત્રણા પો.સ્ટે એ.પાર્ટ ગુ.ર.નં- ૧૦૪૫/૨૦૨૦ ની ચોરી કર્યા કબુલ કરેલ આમ ઉપરોક્ત વિગતે બે વણશોધાયેલ ચોરી ના ગુન્હા શોધી સફળ કામગીરી કરેલ છે . પકડાયેલ આરોપીનુ નામ , સરનામુ : ( ૧ ) .લક્ષમણ જનકસિંહ દમાઇ ઉં.વ. ૨૮ મુળ રહે . બીનાયક જી . અછામ નેપાળ હાલ રહે . મણીનગર વિસ્તાર નખત્રાણા . શોધી કાઢેલ ગુન્હા . : – ( ૦૧ ) એપાર્ટ ગુ.ર.નં : -૧૦૪૫/૨૦૨૦ ઇ.પી.કો. ૪૫૪,૪૫૭,૩૮૦ ( ૨ ) એ.પાર્ટ ગુ.ર.નં : – ૦૯૪૬/૨૦૨૧ ઇ.પી.કો. ૪૫૪,૪૫૭,૩૮૦ મુજબ રીકવર કરેલ મુદામાલ : – ( ૦૧ ) સોનાના પેંડલ્સ નંગ -૦૨ ( ૦૨ ) સોનાની નથળી નંગ -૦૨ ( ૦૩ ) ચાદીની મુર્તીઓ નંગ -૦૩ ( ૦૪ ) ચાદીના સીક્કા નંગ- ૦૩ ( ૦૫ ) ચાદીનો મુખવાસનો ડબ્બો નંગ- ૦૧ કામગીરી કરનાર પોલીસ અધિકારી / કર્મચારી : ઉપરોક્ત કામગીરીમાં પો.ઇન્સશ્રી બી.એમ. ચૌધરી સાહેબ નામાર્ગદર્શન હેઠળ પો.સબ.ઇન્સ . એન.કે ખાંભડ એ.એસ.આઇ મુકેશકુમાર સાધુ તથા પો.હેડકોન્સ . વિકેશભાઇ રાઠવા તથા નરેશગીરી સ્વામી તથા પો.કોન્સ . નરેન્દ્રસિંહ સોઢા તથા ધનજીભાઈ આહીર તથા નિલેષકુમાર રાડા તથા હોમગાર્ડ સુરેશભાઇ જોષી એ રીતેના પોલીસ સ્ટાફના માણસોએ જોડાય સફળ કામગીરી કરેલ