અપહરણ થનાર બાળકીને હ્યુમન સોર્સ મદદથી શોધી ઓરીસ્સા પોલીસ ને સોપતી ગાંધીધામ એ – ડીવીઝન પોલીસ
ગાંધીધામ. કચ્છ
રિપોર્ટર. કાંતિલાલ સોલંકી
પોલીસ મહાનિરીક્ષક શ્રી જે.આર.મોથાલીયા સાહેબ બોર્ડર રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી મયુર પાટીલ સાહેબ પુર્વ – કચ્છ ગાંધીધામ તથા નાયબ પોલીસ અધિક્ષક ડી.એસ.વાધેલા અંજાર વિભાગ અંજાર નાઓએ અપહરણ થયેલ બાળકો તથા ગુમ વ્યક્તીઓ શોધવા વારંવાર સુચના આપેલ હોય અને પો.ઇન્સ ડી.એમ.ઝાલા નાઓને હ્યુમન સોર્સની મદદથી બાતમી મળેલ કે ગાંધીધામ સ.વ. પુતળા પાસે એક બાળકી શંકાસ્પદ હાલતમાં છે . જે આધારે ગાંધીધામ સ.વ. પુતળા નજીક તપાસ કરતા એક ઉ.વ ૧૫ ની બાળકી મળી આવેલ જેને પુછપરછ કરતા પોતે રામપલી તા.ચાંદબાલી ભદ્રક ઓરીસ્સાની વતની હોવાનું જણાવેલ અને તપાસ કરતા તેના વાલી વારસ હાજર ન હોય ઓરીસ્સા ચાંદલાલી પો.સ્ટે સંપર્ક કરતા તેઓના પો.સ્ટે ગુ.ર.નં ૦૧૭૭/૨૧ ઇ.પી.કો કલમ ૩૬૩ , ૩૭૦ ( એ ) વી . મુજબનો ગુનો રજીસ્ટર થયેલ હોય ચાંદબાલી ઓરીસ્સા પોલીસ તથા બાળકોના વાલી વારસ અત્રેના પો.સ્ટે બાળકીનો કબજો લેવા આવતા તેઓને કબજો સોપેલ છે . ઉપરોકત કામગીરીમાં પોલીસ ઇન્સ્પેકટર શ્રી ડી.એમ.ઝાલા તથા ગાંધીધામ એ – ડિવીઝન પોલીસ સ્ટાફ દ્વારા કામગીરી કરવામાં આવેલ છે