गुजरात
ચાણસ્મા : STમાં મુસાફરી કરતા વખતે ચેતજો! મહિલા તસ્કરે ચોર્યા 3.15 લાખના દાગીના, CCTVથી થયો પર્દાફાશ
પાટણ : ચાણસ્મા ડેપો માંથી વડાવલી જવા એસ.ટી બસમાં બેસવા જતાં મહિલાના પર્સમાંથી રૂપિયા 3.15 લાખના દાગીના (gold) ચોરનાર મહિલા તસ્કરને પોલીસે ઝડપી પાડી છે. આ મહિલાએ એસ.ટી. ડેપોમાંથી શિફ્તપૂર્વક ચોરી કરી લીધી હતી. જોકે, ભોગ બનનાર મહિલાએ પોલીસ ફરિયાદ કરતા પોલીસે સીસીટીવી ફૂટેજ ચકાસ્યા હતા જેના આધારે આ મહિલાનો ભાંડો ફૂટી ગયો હતો.
બનાવની વિગતો એવી છે કે ચાણસ્માથી વડાવલી જવાની બસમાં પૂજાબા નામની મહિલાના પર્સમાંથી દાગીના ચોરાયા હોવાની હોવાની ધટનાને પગલે ચાણસ્મા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા ચાણસ્મા પોલીસે બસ સ્ટેન્ડ માં લાગેલ સીસીટીવીની તપાસ કરી હતી.પોલીસે ઉંડાણપૂર્વક તપાસ કરતા તેમાં શંકાસ્પદ યુવતી જોવા મળતા અને તપાસ કરી યુવતીને પોલીસ મથકે લાવી પૂછપરછ કરતા સમગ્ર ગુનાહનો ભેદ ઉકેલાયો હતો. મહિલાએ ચોરેલા દાગીના પણ કાઢી આપ્યા હતા.