गुजरात

પંચમહાલ : જીમીરા રિસોર્ટમાં જુગારની પાર્ટીમાં દરોડા, BJP MLA કેસરીસિંહ-મહિલાઓ સહિત 26 ઝડપાયા

પંચમહાલ : ખેડાના માતરના ભાજપી ધારાસભ્ય કેશરીસિંહ સોલંકી અને સાત મહિલાઓ સહિત કુલ 26 વ્યક્તિઓ હાલોલના શિવરાજપૂર જીમીરા રિસોર્ટમાં જુગાર રમતાં રંગે હાથ પંચમહાલ એલસીબીએ ઝડપી લીધા છે.પોલીસે 3.80 લાખ રોકડા,1.15 કરોડની આઠ ગાડીઓ અને છ બોટલ વિદેશી દારૂ કબ્જે લીધો છે.ઉલ્લેખનીય છેકે જુગારની મહેફિલ માણતા ઝડપાયેલા ધારાસભ્ય એક તબક્કે મીડિયાના કેમેરા સામે મોઢું છુપાવવાનો પ્રયાસ કર્યો હતો

દરમિયાન મીડિયાએ ધારાસભ્ય કોણ એમ પૂછતાં જ ધારાસભ્ય નિર્લજ્જ બની હું છું એમ બોલી ઉઠ્યા હતા.ખેર !આ તમામ ગતિવિધિઓ વચ્ચે અંતે ભાજપી ધારાસભ્યનો ભોગ કોણે અને કેમ લીધો એ રહસ્ય હાલ તો અકબંધ છે.

પંચમહાલ જિલ્લાના હાલોલના શિવરાજપૂર ખાતે આવેલા જીમીરા રિસોર્ટમાં જુગાર રમાઈ રહ્યો હોવાની બાતમી પંચમહાલ એલસીબીને મળી હતી. જે આધારે એલસીબી અને પાવાગઢ પોલીસે રિસોર્ટ ખાતે ગુરુવારની મોડી સાંજે છાપો માર્યો હતો.દરમિયાન રિસોર્ટના એક રૂમમાં ખેડા જિલ્લાના માતરના ધારાસભ્ય કેશરીસિંહ સોલંકી ,સાત મહિલાઓ અને અન્ય નબીરાઓ મળી કુલ 26 વ્યક્તિઓ મળી આવ્યા હતા.

Related Articles

Back to top button