गुजरात

સુરતનો ચેતવણી રૂપ કિસ્સોઃ સંબંધથી સગીરા ગર્ભવતી બનતા બંનેએ લગ્ન કર્યા, મતાા બન્યા બાદ પતિએ તરછોડી

સુરતઃ શહેરમાં પરિણીતાઓ અને બાળાઓ ઉપર દુષ્કર્મની ઘટનાઓ દરરોજ બનતી રહે છે ત્યારે વધુ એ દુષ્કર્મની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ હતી. સુરતના ચોકબજારના ફૂલવાડી વિસ્તારમાં રહેતી કિશોરીએ ગતરોજ ચોકબજાર પોલીસ મથકમાં બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેણીએ જણાવ્યું હતું કે એક યુવકે તેને પ્રેમજાળમાં ફસાવી અવારનવાર તેણીની સાથે બળાત્કાર કર્યો હતો. જોકે આ દરમિયાન તે ગર્ભવતી (girl pregnant) થઇ જતા આખરે બંનેએ લગ્ન કરી લીધા હતા. લગ્ન બાદ સગીરા ડીલેવરી માટે પોતાના પિયર ગઈ હતી.

જોકે ત્યારબાદ તેણીના પતિએ તેના ચારિત્ર્ય પર શંકા કરી તેને એલફેલ બોલી મહેણાંટોણાં મારતો હતો અને બાદમાં તેણીને પરત લઇ જવાની ના પડી દીધી હતી. જેથી આખરે ભોગ બનનાર કિશોરીએ ચોકબજાર, પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા તેણીના પતિ સામે પોલીસે બળાત્કારનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Back to top button