ડૉક્ટર દિવસ: ‘કોરોના સંક્રમિતોને બચાવવા અમે 24 કલાક ઊભા છીએ,’ અમદાવાદના ડૉક્ટર પરિવારની વાત
અમદાવાદ: વૈશ્વિક મહામારી કોરોના માં ડૉક્ટર (National Doctors’ Day 2021) દેવદૂત બની કોરોના સંક્રમણ દર્દીઓની સારવાર કરતા હતા. કોરોનાની આ પ્રથમ અને બીજી લહેરમાં અનેક ડૉક્ટર દર્દીઓની સારવાર કરતાં કરતાં પોતે પણ કોરોના સંક્રમિત થયા અને મૃત્યુ પણ પામ્યા હતા. છતાં ડૉક્ટર દ્વારા પોતાના જીવની પરવા કર્યા વગર કોરોના દર્દીઓની અવિરત સેવા કરવામાં આવી હતી. અમદાવાદ સિવિલ હૉસ્પિટલ માં પણ એવા અનેક ડૉક્ટર પરિવારો છે કે જેમણે રાત-દિવસ જોયા વગર કરોનાની પહેલી અને બીજી લહેરમાં કોવિડ વોર્ડ માં કામ કર્યું હોવા છતાં પોતે અને પોતાનો પરિવાર સંક્રમિત થયો નથી.
આવા જ એક ડૉક્ટર એટલે અમદાવાદ સિવિલ હોસ્પિટલના એડિશનલ સુપ્રિટેન્ડેન્ટ ડૉ.રાકેશ જોશી. આમ તો ડૉક્ટર રાકેશ જોશી એ pediatric સર્જન છે પરંતુ કોરોના મહામારીની દસ્તક સાથે ડૉક્ટર જોશી કોરોના સંક્રમિત દર્દીઓની સારવાર કરવા માટે આગળ આવી ગયા હતા. ડૉક્ટર જોશી જણાવે છે કે, કોરોનાની પ્રથમ લહેર જ્યારે આવી હતી ત્યારે પહેલી વખત પીપીઇ કીટ પહેરી અને કોરોના સંક્રમિત દર્દીની સારવાર ચાલુ કરી. આ સમયે ચોક્કસ પરિવારની ચિંતા થઈ હતી. આ માટે જ પરિવાર સંક્રમિત ન થાય તેની તકેદારીના ભાગરૂપે ઘર છોડી અને હોટલમાં રહેવા જતા રહ્યા.