गुजरात

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંંદ થોડી જ વારમાં પહોંચશે કેવડિયા, પ્રથમ વખત જાહેર કાર્યક્રમમાં આપશે હાજરી

સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે કેવડિયા ટેન્ટ સીટી-2માં આજે 25, 26 નવેમ્બરે દેશની 80 મી “ઓલ ઇન્ડિયા પ્રિસાઈડિંગ ઓફિસર્સ કોન્ફરન્સ” યોજાશે. કોન્ફરન્સમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સહીત દેશના 28 રાજ્યોની વિધાનસભા અધ્યક્ષો સહિત લોકસભા, રાજ્યસભાના અધિકારીઓ, વીવીઆઈપી ઉપસ્થિત રહેવાના છે. જેથી તમામ પ્રકારની સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, રાજ્યનાં સીએમ વિજયભાઇ રૂપાણી અને અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી પણ હાજર રહેવાના છે. રાષ્ટ્રપતિ એરફોર્સના વિમાન મારફતે 9.50 કલાકે વડોદરા પહોંચશે. ત્યાંથી હેલિકોપ્ટર માર્ગે કેવડિયા પહોંચશે.

લોકસભાના અધ્યક્ષ અને દેશના તમામ રાજ્યોની વિધાનસભાના અધ્યક્ષ અને પ્રિસાઇડિંગ ઓફિસર્સ પણ બે દિવસય કોન્ફરન્સમાં હાજર રહેશે. રાજ્યસભાના અધ્યક્ષ અને ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ પણ આ કાર્યક્રમમાં આવવાના છે. પ્રથમ વખત જાહેર કાર્યક્રમમા રાષ્ટ્પતિ રામનાથ કોવિદ હાજર રહેશે. આ સાથે આવતી કાલે સમાપન સમારોહમાં PM મોદી પણ વર્ચ્યુઅલ માધ્યમથી કોંફરન્સમા સંબોધન કરશે.

ઉપરાષ્ટ્રપતિ ગઇકાલે જ પહોંચ્યા હતા કેવડિયા

ગઇકાલે 24મી તારીખે દેશના ઉપરાષ્ટ્રપતિ વેકૈયા નાયડુ વડોદરા એરપોર્ટ આવ્યા હતા. જ્યાં તેમનું ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા, મેયર જીગીશા શેઠ, કલેક્ટર શાલિની અગ્રવાલ, પોલીસ કમિશ્નર આર.સી બ્રહ્મભટ્ટે ઉપરાષ્ટ્રપતિને આવકાર્યા હતા. ત્યાંથી તુરંત જ તેઓ કેવડિયા જવા માટે રવાના થયા હતા.

Related Articles

Back to top button