અમદાવાદનાં પતિ પત્ની ઔર વો: અડધી રાતે ઘરમાંથી પત્ની થઇ ગાયબ પછી બન્યું એવું કે, કિસ્સો વાંચશો તો લાગશે ફિલ્મની સ્ટોરી

અમદાવાદ: શહેરના પૂર્વ વિસ્તારમાં રહેતા એક યુવકની પત્ની અડધી રાત્રે ગાયબ હતી. પતિની અડધી રાત્રે આંખ ખુલી ત્યારે તેની પત્ની પલંગ પર જણાઈ આવી નહોતી. જેથી મહોલ્લામાં શોધખોળ કરતા પત્ની ન મળી આવતા પતિ ટેનશનમાં આવી ગયો હતો. બાદમાં તેને શંકા ગઈ કે તેના ઘર પાસે જ રહેતા એક યુવક સાથે એકાદ વર્ષથી તેની પત્નીને આડા સબન્ધ (extra marital affair) હોવાથી ત્યાં હશે. જેથી આ યુવક તેની પત્નીને શોધવા ગયો હતો. ત્યાં તો યુવકની પત્ની પ્રેમીના જ ઘરેથી મળી આવી હતી. પત્નીને લઈને યુવક નીકળ્યો તો પ્રેમી ત્યાં રોડ પર આવ્યો અને બબાલ કરી યુવતીને નહિ લઈ જવા દવું કહીને યુવતીના પતિને છરી છાતીમાં મારી દીધી હતી અને યુવકની પત્નીને લઈને પ્રેમી ભાગી ગયો હતો. ઇજાગ્રસ્ત યુવકને સારવાર માટે ખસેડાતા ઇસનપુર પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.
પત્ની અચાનક ગાયબ થઇ ગઇ
શહેરના ઇસનપુર પોલીસસ્ટેશનમાં પતિ પત્ની ઔર વોનો કિસ્સો સામે આવ્યો છે. ચંડોળા તળાવ પાસે રહેતો 32 વર્ષીય યુવક મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. સોમવારે રાત્રે જમી પરવારીને યુવક તેની પત્ની સાથે સુઈ ગયો હતો. બાદમાં એકાદ વાગ્યે ઉઠીને જોયું તો તેની પત્ની ઘરમાં જણાઈ આવી નહોતી. જેથી આ યુવક તેને શોધવા નીકળ્યો હતો. મહોલ્લામાં તપાસ કરી તો પત્ની મળી આવી નહોતી.
પત્નીના હતા આડા સંબંધ
બાદમાં યુવકને શંકા ગઈ કે તેની પત્નીને એકાદ વર્ષથી દાણીલીમડા માં રહેતા અફઝલ શેખ સાથે આડા સબન્ધ હોવાથી ત્યાં ગઈ હશે. જેથી ત્યાં જઈને તપાસ કરી તો પ્રેમી અફઝલ ના ત્યાં યુવકને તેની પત્ની મળી આવી હતી. યુવક તેની પત્નીને લઈને જતો હતો. ત્યાં આ અફઝલ રોડ પર આવ્યો અને યુવક સાથે બબાલ કરવા લાગ્યો હતો.
તારી પત્ની ક્યાંય નહીં જાય તેને નહિ લઈ જવા દવું મારી સાથે જ રહેશે તેમ કહી બબાલ કરી યુવકને અફઝલે છરી ના ઘા છાતીમાં મારી દીધા હતા. શરીરના અન્ય ભાગે પણ યુવકને છરી ના ઘા વાગી જતા તે રોડ પર લોહી લુહાણ હાલતમાં પડ્યો હતો.