गुजरात

જુગારનો ગણનાપત્ર કેશ શોધી કાઢતી અંજાર પોલીસ

અંજાર. કચ્છ

રિપોર્ટર. કાંતિલાલ સોલંકી

સરહદી રેન્જ ભુજના મહે.પોલીસ મહાનિરીક્ષક સા.શ્રી જે.આર. મોથાલીયા સાહેબ તથા પુર્વ – કચ્છ ગાંધીધામના પોલીસ અધિક્ષક શ્રી મયુર પાટીલ સાહેબ પુર્વ કચ્છ ગાંધીધામ નાઓ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી ડી.એસ.વાઘેલા સાહેબ અંજાર વિભાગ અંજારનાઓની સૂચના આધારે અંજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂ / જુગારના કેશો શોધવા સુચના કરેલ હોઇ જે અન્વયે પોલીસ ઇન્સપેક્ટર એમ.એન.રાણા સા.નાઓને ખાનગી રાહે બાતમી હકિકત મળેલ કે મુન્દ્રા ભટીંડા ગેસની પાઇપલાઇનના પંપ હાઉસ પાછળ રાતા તળાવ સીમમાં બાવળોની ઓથમાં અમુક ઇસમો જાહેરમાં ગંજી પાના વડે તીન પત્તીનો રૂપીયાની હાર – જીતનો જુગાર રમી રમાડે છે જેથી હકિકત વાળી જગ્યાએ રેઇડ કરી નીચે જણાવેલ મુદ્દામાલ સાથે મળી આવેલ આરોપીઓ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે . પકડાયેલ આરોપીઓ : ( ૧ ) શૈલેષભાઇ ભીમજીભાઇ સોરઠીયા ઉ.વ .૩૩ રહે.શાળા નં .૬ ની પાસે દબડા વિસ્તાર અંજાર ( ૨ ) કિશનભાઇ નરસિંહભાઇ સોરઠીયા ઉ.વ .૨૮ રહે.શાળા નં .૬ ની પાછળ દબડા વિસ્તાર અંજાર ( ૩ ) અમરશીભાઇ ભલાભાઇ કોલી ઉ.વ .૩૧ રહે.હનુમાન મંદિર પાસે ગુલાબમીલ અંજાર ( ૪ ) વિનોદભાઇ નારણભાઇ હડીયા ઉ.વ .૩૨ રહે.શાળા નં .૬ ની પાછળ દબડા વિસ્તાર અંજાર કજે કરેલ મુદામાલ ( ૧ ) કુલ્લ રોકડા રૂપીયા .૧૯,૨૦૦ / ( ૨ ) મોબાઇલ ફોન નંગ -૦૪ કિ.રૂ .૨૦,૦૦૦ / ( ૩ ) મોટર સાઇકલ નંગ -૦૫ કિ.રૂ .૧,૨૦,૦૦૦ / એમ કુલ્લે મુદામાલ કિ.રૂ .૧,૫૯,૨૦૦ / આ કામગીરીમાં અંજાર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ.એન.રાણા સાહેબ સાથે અંજાર પોલીસ સ્ટાફના માણસો સાથે રહેલ હતા

Related Articles

Back to top button