Delta Plus Variant: કોરાનાના ડેલ્ટા+ વેરિઅન્ટની વડોદરામાં કેવી રીતે થઈ એન્ટ્રી? મહિલાને કોઈ લક્ષણો નહીં
વડોદરા : જેની ચિંતા સૌને સતાવી રહી છે એવા કોરોના વાયરસના ડેલ્ટા પ્લસ વેરિએન્ટના નવા કેસ અંગે ગઈકાલે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે વિગતો આપી છે. સ્વાસ્થ્ય મંત્રાલયે નવી દિલ્હી ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં જે આંકડો આપ્યો તે ગુજરાત માટે આડકતરી રીતે ચિંતાજનક છે. દેશમાં અત્યારસુધીમાં કોરોનાના ડેલ્ટાપ્લસ વેરિએન્ટના 48 નવા કેસ નોંધાયા છે જે પૈકીના 2 દર્દી ગુજરાતના હોવાનું સામે આવ્યું છે. જોકે, ચિંતાની સામે સારી વાત એ પણ છે કે આ બંને દર્દીઓની ઓળખ થઈ ગઈ છે. આ બંને કેસમાંથી એક સુરત અને એક વડોદરાનો હોવાનું સામે આવ્યું છે. જોકે, વડોદરામાં ડેલ્ટાપ્લસ વેરિએન્ટનો કેસ વડોજરા નજીક આવેલા એનડીઆરએફમાં કામ કરતાં કર્મચારીના પત્નીનો કેસ હતો.
વડોદરામાં ડેલ્ટાપ્લસ વેરિએન્ટના કેસ અંગે રાજ્ય સરકાર દ્વારા સ્વાસ્થ્ય વિભાગને માહિતી આપવામાં આવી હતી. આ માહિતી મળતા જ જિલ્લા અધિક આરોગ્ય અધિકારી ઉદય ટિલાવતે તેમની ટીમ સાથે જરોદ ગયા હતા અને વિગતો મેળવી હતી. આ અંગે જિલ્લા અધિક સ્વાસ્થ્ય અધિકારી ટીલાવતે જણાવ્યું કે ‘આ કેસ 38 વર્ષીય એક મહિલાનો હતો જે જરોદની નિવાસી છે. તેમના પતિ એનડીઆરએફમાં છે. તેઓ મૂળ મહારાષ્ટ્રના વતની છે અને ત્યાં ગયા હતા ત્યારે પરત ફરતી વખતે તેમના આરટીપીસીઆર ટેસ્ટના સેમ્પલમાં વિગતો જાણવા મળી હતી.