શું તમે કાળેકડાના ફૂલના શાકને માણ્યું છે? કલાકાર રાજભા ગઢવીએ ગીરમાંથી બનાવ્યો Video

ગીરના કલાકાર રાજભા ગઢવી તેમના અસલ અંદાજ માટે જાણીતા છે. ટોચના કલાકાર બન્યા છતાં તેઓ પોતાની જમીન સાથે જોડાયેલા છે. રાજભા તેમની કલા ઉપરાંત તેમના જીવન માટે પણ લોકોને ખૂબ પસંદ આવે છે. અસલ દેશી ગ્રામિણ જીવનનો આસ્વાદ તેમના અંદાજમાં જોવા મળે છે. તાજેતરમાં જ તેમણે ગીરમાં થતાં કાળેકડા ફૂલની ભાજી બનાવી અને મજા માણી હતી. જોકે, સોશિયલ મીડિયામાં (Social Media) ફૂલનું આ શાક ખૂબ લોકપ્રિય થયું પરંતુ રાજભાએ કાળાકેડાના ફૂલ ગીરમાંથી કેવી રીતે તોડ્યા તેની માહિતી આપતો વીડિયો પણ બનાવ્યો હતો. આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયો છે.
આ ફૂલને કેટલાક વિસ્તારમાં રાજારૂડીના ફૂલ પણ કહેવામાં આવે છે તો કેટલાક વિસ્તારમાં આને ડોડીના ફૂલ કહેવા મળે છે. રાજભા વીડિયોમાં કહી રહ્યા છે કે જંગલમાં ઉગેલા આ પ્રાકૃતિક ફૂલો છે આમા કોઈ રસાયણ કે દવા તો હોતી નથી એટલે આ સંપૂર્ણપણે પ્રાકૃતિક છે. અદભૂત પ્રકારના ફૂલ હોય છે.