गुजरात

સુરત: સાડા ચાર વર્ષની બાળકી પર દુષ્કર્મથી ચકચાર, માસૂમ બેભાન હાલતમાં મળી આવી

સુરત: સુરતમાં માનવજાતને શરમમાં મૂકતી વધુ એક ઘટના સામે આવી છે. અડાજણમાં નવી બાંધકામની સાઇડ ની બાજુમાં તૈયાર થયેલી બિલ્ડિંગમાં નોકરી કરતા સિક્યુરીટી ગાર્ડે સાડા ચાર વર્ષની બાળકીને છત પર લઈ જઈને દુષ્કર્મ  આચર્યું હતું. બાળકી બેભાન અવસ્થામાં મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. બાળકીને સારવાર માટે હૉસ્પિટલ (Hospital) ખાતે ખસેડવા આવી છે. સીસીટીવી ના આધારે પોલીસે આરોપીને ધરપકડ કરી છે.

સુરતમાં મહિલા અત્યાચાર સાથે નાની બાળાઓ સાથે દુષ્કર્મની ઘટનાઓ સામે આવી રહી છે. સુરતમાં વધુ એક બાળકી સાથે દુષ્કર્મની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે. સુરતના અડાજણ વિસ્તાર (માં નવી પંજાબી સાઈડ પર મજૂરી કરી પેટીયું રળતા પરિવારની સાડા ચાર વર્ષની બાળકી ગુરુવારે બપોરે રમતાં રમતાં ગુમ થઇ ગઇ હતી. પરિવારે બાળકીની ત્રણથી ચાર કલાક સુધી શોધખોળ કરી હતી. આખરે આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી.

Related Articles

Back to top button