નખત્રાણા
રિપોર્ટર – કમલેશ પટેલ
નખત્રાણા તાલુકો દાડમની ખેતીમાં અગ્રેસર છે બાર મહિના દાડમના ઝાડ નેરેસ્ટ આપ્યા પછી જ્યારે અત્યારે ફૂલો આવવાનો સમય થયો છે ત્યારે ખેડૂત મિત્રો એ લગભગ એક એકર ની પાછળ ૪૦ થી ૫૦ હજાર નો ખર્ચો કરી નાંખ્યો છે વર્તમાન કમોસમી વરસાદને લીધે આ બધા ફૂલો ખરી ગયા છે અને હવે નવા ફૂલો ફરીથી લગાડવા માટે પાછા ૩૦ દિવસ પાછળ જવું પડે અને પછી ઠંડી આવી જાય એટલે ખેડૂતને છ મહિના સુધી પાછું દાડમ વેચવામાં આવે મજૂરીના અને દવાના ખર્ચો લાગી ગયા છે પરમ પિતા પરમેશ્વર અને જય બલરામ ખેડૂત મિત્રોની સાથે ઉભા રહે સાથે વર્તમાન સરકાર પણ ખેડૂતોને કચ્છ જિલ્લાના નખત્રાણા તાલુકા માટે વિશેષ પેકેજ જાહેર કરે નહિ તો દેવા માં ડૂબેલા ખેડૂતોને આત્મહત્યા કરવા નો આરો આવશે તેથી વર્તમાન સરકાર ખેડૂતોના પાકનું નીરક્ષ્ણ કરી સહાય આપે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે