કચ્છના નિરોણા ગામ મધ્યે નખત્રાણા તાલુકા મહેશ્વરી મેઘવાળ સમાજ દ્વારા એક સુંદર પહેલ સમાજ ના હિત માટે એવી “દસોધ” ની શુભ શરૂઆત કરવા માં આવી
કચ્છ
રિપોર્ટર. કાંતિલાલ સોલંકી
આજ રોજ તારીખ 20.06.2021 ના રોજ નિરોણા ગામ મધ્યે શ્રી નખત્રાણા તાલુકા મહેશ્વરી મેઘવાળ સમાજ દ્વારા એક સુંદર પહેલ સમાજ ના હિત માટે એવી “દસોધ” ની શુભ શરૂઆત કરવા માં આવી. આ કાર્યક્રમ ની શરૂઆત ધર્મગુરુ ડાડા દ્વારા વિનંત કરી અને કરવા માં આવી. ત્યાર બાદ સમાજ ના યુવા સિમિતિ ના પ્રમુખ જયેશ ધુવા સમાજ ને સંબોધ્યા અને ત્યારબાદ તાલુકા સમાજ ના તાલુકા પ્રમુખ હિતેશ મહેશ્વરી દ્વારા વસ્તીગણતરી ની જાહેરાત જેના સચોટ આંકડા રજૂ કરવા માં આવ્યા. જેમાં તાલુકા ના કુલ્લ પરિવાર 1161 અને કુલ્લ સઁખ્યા 6455 છે. જે 30 ગામો માં વસે છે એના બાદ દસોધ અંગે ચર્ચા કરી અને સમાજ ના અન્ય આગેવાનો એ પણ આ કાર્યક્રમ ની સરાહના કરી અને વિસ્તાર પૂર્વક ઉદબોધન કરવામાં આવ્યા અને અંતે અધ્યક્ષસ્થાને થી નરેશ મહેશ્વરી દ્વારા દસોધ ની સમગ્ર માહિતી આપવા માં આવી અને 1 વર્ષ માં 423765 રૂપિયા જેટલી રકમ જમા થશે એ જણાવ્યું અને સમાજ ના દરેક મુખ્ય વ્યક્તિ નો 12 રૂપિયા નો વડાપ્રધાન યોજના નો વીમો સમાજ કરાવશે એ જણાવ્યું. અને અંતે નરેશ મહેશ્વરી, હિતેશ મહેશ્વરી, જયેશ ધુવા દ્વારા દશોધ ના પાત્ર નિરોણા સમાજ ના પ્રમુખ ને આપી ને શુંભારંભ કરાયું.
આ કાર્યક્રમ માં જિલ્લા કાર્યકરી અધ્યક્ષ નરેશ મહેશ્વરી, તાલુકા પ્રમુખ હિતેશ મહેશ્વરી, યુવા સિમિતિ પ્રમુખ જયેશ ધુવા, નિરોણા પ્રમુખ ગીગાભાઇ યુવક મંડળ પ્રમુખ દિલીપ કોચરા, પશ્ચિમ સમૂહ લગ્ન સિમિતિ ના લાલજી ફૂલીયા, મંગલ કટુઆ, વેલજીભાઇ ઠોટિયા, નિરોણા ના બાબુ માતંગ, કાનજી ધુવા, દેવરાજ માતંગ અને નખત્રાણા ના ગામો માં થી કરશનભાઇ જોલા, વેલજીભાઇ જેપાર, માવજીભાઈ જેપાર, નારણભાઇ ધુવા, નરેશ કે ફૂલીયા, અરવલ્લી ના રમેશભાઈ મહેશ્વરી, યુવા સિમિતિ અને તાલુકા સિમિતિ ના નરસિંહ ડોરું, અનિલ મહેશ્વરી, પ્રહલાદ ફૂલીયા, જ્યંતિ ધુવા, અરવિંદ જેપાર, કાનજી સૂડીયા નિરોણા ગામ ના હરેશ ધેડા, કપિલ મહેશ્વરી, કિશન મહેશ્વરી અને બાહોળી સંખ્યા માં યુવાઓ અને વડીલો હાજર રહયા હતા.