गुजरात

કોરોનાકાળમાં વધુ એક ફટકો: ગુજરાતની આ મોટી ડેરીએ દૂધનાં ભાવમાં કર્યો બે રૂપિયાનો વધારો

સુરત: છેલ્લા ઘણાં સમયથી કોરોનાકાળમાં લોકો બેરોજગારીનો માર સહી રહ્યાં છે તો બીજી બાજુ પેટ્રોલ અને ડીઝલનાં ભાવમાં ભડકો થઇ રહ્યો છે. જેના કારણે સામાન્ય જનતાના ખિસ્સા પર જોર વધ્યું છે ત્યારે સુમુલ ડેરીએ  દૂધનાં ભાવમાં  બે રુપિયાનો વધારો કરી દીધો છે. આ ભાવવધારો આવતી કાલથી અમલી બનવાનો છે.

સુમુલ ડેરીનું દૂધનાં ભાવમાં લિટરે

આ અંગે સુમુલ ડેરીનાં ડિરેક્ટર જયેશ પટેલે જણાવ્યું કે, સુમુલ ડેરીનાં દૂધમાં 20મી જૂનથી એક લિટરનાં ભાવમાં બે રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. લગભગ આ વધારો 18 મહિના પછી એટલે છેલ્લે ડિસેમ્બર 19માં દૂધનાં ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો. ભાવ વધારાનું મુખ્ય કારણ ડીઝલ મોંઘુ થતા ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ વધ્યો છે. ઉત્પાદન ખર્ચ પણ વધ્યો છે, જેને કારણે આ ભાવ વધ્યા છે.

Related Articles

Back to top button