गुजरात
રવિવારે બહાર જવાનું વિચારી રહ્યાં છો? તો જાણો, ગુજરાતનાં આ વિસ્તારોમાં છે ભારે વરસાદની આગાહી

આણંદ: ગુજરાતમાં સત્તાવાર ચોમાસાની શરૂઆત થઇ ગઇ છે. ગુજરાતમાં આજે સવારે 6 થી 8માં રાજ્યના 25 તાલુકામાં વરસાદ પડ્યો હતો. સૌથી વધારે આણંદમાં 7 ઈંચ વરસાદ ખાબક્યો હતો. છેલ્લા 4 કલાકમાં જ આણંદમાં 7 ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે. સવારે બે કલાકમાં સુરતના (Surat) ઓલપાડ 2.5 ઈંચ, સુરતના ચોરયાશીમાં અઢી ઈંચ, આણંદના પેટલાદમાં 1.5 ઈંચ અને બોટાદના બરવાળામાં અડધો ઈંચ વરસાદ વરસ્યો હતો. જ્યારે અમદાવાદમાં પણ વહેલી સવારથી જ વરસાદી માહોલ સર્જાયો છે. રાજ્યના હવામાન વિભાગનાં (weather forecast) જણાવ્યા પ્રમાણે, પશ્ચિમ રાજસ્થાનથી ઉત્તર પૂર્વ બંગાળની ખાડીમાં ટ્રો સર્જાયો છે. તેમજ દક્ષિણ પાકિસ્તાની આસપાસ અપર એર સરક્યુલેશન સર્જાયું છે. આમ એક સાથે બે સિસ્ટમ સક્રિય થતાં આણંદ –ખેડા સહિત સમગ્ર રાજ્યમાં અગામી બે દિવસો સુધી ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.