गुजरात

અમદાવાદ: મંગેતરે એક વર્ષ સુધી કિસ અને શારીરિક અડપલાં કર્યાં, અંતે કહ્યુ- આપણી સગાઈ ફોક!

અમદાવાદ: શહેરના ચાંદખેડા વિસ્તારમાં રહેતી એક યુવતી એ તેના પૂર્વ મંગેતર સામે ફરિયાદ દાખલ કરી છે. યુવતીની સગાઈ  થયા બાદ તેના મંગેતરે તેણી સાથે વારંવાર શારીરિક અડપલાં કર્યાં હતા. અંતે આ સગાઈ ફોક છે તેવું કહીને સગાઈ તોડી નાખી હતી. આ અંગે પોલીસને જાણ કરતા પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.

શહેરના ચાંદખેડા વિસ્તાર માં રહેતી એક યુવતીએ તેના લગ્ન માટેનો બાયો ડેટા સમાજના વોટ્સએપ ગ્રુપમાં મોકલી આપ્યો હતો. જેના આધારે સમાજના એક આગેવાને તેમનો સંપર્ક કરી બાપુનગર વિસ્તારમાં રહેતા યુવક સાથે સગાઈ કરાવી હતી. જોકે, સગાઈ બાદ યુવક ફરિયાદી યુવતીને અનેક જગ્યાએ ફરવા લઈ જતો હતો. આ દરમિયાન તે શારીરિક અડપલાં કરતો હતો. યુવતીએ લગ્ન બાદ આવી હરકતો કરવાનું કહેતી હતી પરંતુ યુવક માનતો ન હતો અને અડપલાં કરતો રહેતો હતો.

સગાઈના એકાદ વર્ષ બાદ યુવકે યુવતીને ‘આપણી કુંડળી મેચ ન થતી હોવા છતાં હું તને જીરવું છું’ તેમ કહ્યું હતું. બાદમાં યુવક અને તેના પરિવારજનો સગાઈ કરાવનાર વ્યક્તિના ઘરે જઈને સગાઈનો રૂપિયો, નાળિયેર અને વીંટી પરત આપી ગયા હતા અને સગાઈ તોડી નાખી હોવાનું કહીને જતા રહ્યા હતા. એટલું જ નહીં, સગાઈ તોડવા માટે રૂપિયાની પણ લાલચ આપી હતી. યુવતી તરફથી સગાઈ તોડી ન હોવા છતાં સમાજમાં બદનામ કરતા અંતે આરોપી યુવક વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરાવી હતી.

Related Articles

Back to top button