गुजरात

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બે દિવસના ગુજરાત પ્રવાસે આવશે, રાજકીય અટકળો પણ તેજ બની

ગાંધીનગર : કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ બે દિવસના ગુજરાત પ્રવાસે આવશે. આગામી 19 અને 21 જૂન વચ્ચે અમિત શાહ પોતાના મતવિસ્તાર ગાંધીનગર લોકસભાનાના વિકાસ કાર્યોનું લોકાર્પણ કરશે. પોતાના મત વિસ્તાર ગાંધીનગર લોકસભાના વિકાસ કાર્યોનું લોકાર્પણ કરશે. સાથે સાથે અમદાવાદ અને ગાંધીનગરમાં બનેલા જુદા જુદા બ્રીજનું પણ લોકાર્પણ કરશે.

ઉલ્લેખનીય છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અધિકારીઓ સાથે બેઠક કરી વિકાસ કાર્યોની સમીક્ષા કરશે. ચાર વિધાનસભામાં અર્બન કોર્ટ માટે વૃક્ષારોપણ કરશે. કેન્દ્રીય ગૃહ મંત્રીની અચાનક મુલાકાતને લઇને રાજકીય અટકળો પણ તેજ બની છે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ગુજરાત પ્રવાસને પગલે ભાજપમાં હલચલ તેજ થઈ ગઈ છે. 2022ની વિધાનસભાની ચૂંટણીને લઈ અમિત શાહની આ ગુજરાત પ્રવાસની મુલાકાત ખૂબ જ સુચક માનવામાં આવે છે .

Related Articles

Back to top button