અમદાવાદ: પરિણીતાના અર્ધનગ્ન ફોટા મોકલી યુવક કરતો હતો બીભત્સ માંગણીઓ, કંટાળી મહિલાએ કર્યો આપઘાત

અમદાવાદ: ડોક્ટરની પત્નિએ પંખે લટકીને આપઘાત કરી લીધો હતો ત્યારે પાલીતાણાનો એક યુવક તેના મોબાઇલમાં અર્ધનગ્ન ફોટોગ્રાફ્સ મોકલીને વોટ્સએપ કોલ અને વિડીયો કોલ કરતો હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ડોક્ટરની પત્નિએ યુવકની બીભત્સ માંગણીઓથી કંટાળીને ગળેફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી છે. જે બાબતે સરખેજ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
ભાવનગર જીલ્લાના પાલીતાણા ખાતે રહેતા એક યુવકે સરખેજ પોલીસ સ્ટેશનમાં પાલીતાણાના ઇરફાન મેતર વિરુદ્ધ આત્મહત્યાની દુષપ્રરણાની ફરિયાદ કરી છે. યુવકની બહેનના સાત વર્ષ પહેલા એક ડોક્ટર જોડે લગ્ન થયા હતા જેમાં બન્ને જણા પાલીતાણામાં રહેતા હતા. જ્યા તેને બે દીકરાને જન્મ આપ્યો હતો. પાલીતાણામાં રહ્યા બાદ દંપતી બે દીકરા સાથે અમદાવાદના જુહાપુરા ખાતે રહેવા આવી ગયા હતા. યુવતીના પતિએ નવરંગપુરા ખાતે પોતાનું ક્લિનિક ખોલ્યું હતું. જ્યા તેઓ સમયસર હાજર રહેતા હતા. પરિવારનું જીવન સુખમય રીતે પસાર થતુ હતુ ત્યારે પાલીતાણાના ઇરફાન મેતર નામના યુવકે આખા પરિવારને વેરવિખેર કરી નાખ્યુ હતું.