गुजरात
નખત્રાણા મહેશ્વરી મેઘવાળ સમાજ દ્વારા આયોજિત વસ્તી ગણતરી સંદર્ભ માં ફોર્મ વિતરણ કરવામાં આવ્યા
કચ્છ
રિપોર્ટર. કાંતિલાલ સોલંકી
નખત્રાણા મહેશ્વરી મેઘવાળ સમાજ દ્વારા આયોજિત વસ્તી ગણતરી સંદર્ભ માં ફોર્મ વિતરણ ના આજ ના કાર્યક્રમ માં મંગાવાણા થી શરુ કરી ને સુખપર અને એના બાદ રોહા માં સમાજ વચ્ચે સમાજ અંગે ચર્ચા કરી અને એના બાદ કોટડા ગામે મીટીંગ નું કાર્યક્રમ કરવામાં આવ્યું જેમાં કોટડા સમાજ વતી સમગ્ર ટીમનું સન્માન કરવા માં આવ્યું અને સમાજ અંગે ની વિસ્તાર પૂર્વક ચર્ચા કરવા માં આવી. સર્વ ગામો માં ખુબ સુંદર અને ઉત્સાહિત આવકાર મળ્યો એ બદલ નરેશભાઈ એ સર્વ સમાજ નો આભાર વ્યક્ત કર્યો હતો
આ કાર્ય માં અખિલ કચ્છ જિલ્લા ના કાર્યકારી અધ્યક્ષ નરેશ મહેશ્વરી, નખત્રાણા તાલુકા મહેશ્વરી સમાજ અધ્યક્ષ હિતેશ મહેશ્વરી અને યુવા પ્રમુખ જયેશ ધુવા તેમજ નવીન ગડા સાથે રહયા હતા.