गुजरात

અમદાવાદ : ભગવાન જગન્નાથની રથયાત્રા યોજાશે? ગૃહમંત્રી પ્રદિપસિંહે આપ્યું નિવેદન

અમદાવાદ : ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળશે કે નહીં નજર છે. જો કે રથયાત્રાની તૈયારી તો અખાત્રીજના દિવસથી શરૂ થઈ જાય છે.પરંતુ ગત વર્ષે પણ કોરોનાની મહામારીના કારણે રથયાત્રા નીકળી ન હતી.ત્યારે ચાલુ વર્ષે કોરોનાની બીજી લહેર આવી છે.જો કે કોરોના કેસ ઘટી રહ્યા છે.અને ધાર્મિક કાર્યક્રમમાં 50 લોકોની છૂટછાટ આપવામાં આવી છે.ત્યારે રથયાત્રા પહેલા ભગવાન જગન્નાથની અલગ અલગ વિધિઓ થતી હોય છે.

આજે ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાનો જન્મ દિવસ છે.અને પ્રદીપસિંહ જાડેજા ભગવાન જગન્નાથ દર્શન કર્યા અને આશિર્વાદ લીધા છે. ત્યારબાદ જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ ,ટસ્ટ્રી મહેન્દ્ર ઝા અને પ્રદીપસિંહ જાડેજા વચ્ચે બંધ બારણે બેઠક થઈ હતી અને રથયાત્રા અને તે પહેલાંની જળયાત્રાની તૈયારીને લઈ ચર્ચા કરવામાં આવી હતી.

ગૃહમંત્રી પ્રદીપ સિંહ જાડેજા પત્રકારો સાથે વાત કરતા જણાવ્યું હતું કે કોરોના સંક્રમણ ઓછું થતા મંદિર ખુલ્લા મૂકાયા છે, ગાઈડલાઈન મુજબ દર્શનાર્થીઓ દર્શન કરી શકે છે.તેમજ મંદિરના મહંત અને ટ્રસ્ટી સાથે પણ વાત થઇ છે. રથયાત્રા અંગે મુખ્યમંત્રીના નિવેદન મુજબ કોરોનાના કેસોની સ્થિતિને જોઈને નિર્ણય કરીશું પરંતુ જળયાત્રા પ્રોટોકોલ મુજબ થશે.

Related Articles

Back to top button