મોટા પ્રમાણમા ઇગ્લીશ દારૂનો જથ્થો પકડી પાડતી અંજાર પોલીસ
કચ્છ
રિપોર્ટર. કાંતિલાલ સોલંકી
મહે પોલીસ મહાનિરીક્ષક સા.શ્રી જે.આર.મોથાલીયા સાહેબ તથા પોલીસ અધિક્ષક શ્રી મયુર પાટીલ સાહેબ પુર્વ કચ્છ ગાંધીધામ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી ડી.એસવાઘેલા સાહેબ અંજાર વિભાગનાઓની સુચના તથા માર્ગદરશન હેઠળ પોલીસ ઇન્સપેક્ટર એમ.એન.રાણા નાઓ તાબાના માણસો સાથે પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન ખાનગી રાહે બાતમી હકીકત મળેલ છે કે અંજારમાં નગર પાલીકા કચેરી સામે રહેતા સંજય રામજી ઉર્ફે રામલો ઘુવા પોતના કજાના અતુલ શકિત છકડા નં -૨૨૧ વાળામાં ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો લઈ આવેલ છે તેવી સચોટ બાતમી આધારે પો.ઇન્સ.શ્રી એમ.એન.રાણા તથા સ્ટાફના માણસો સાથે રેઇડ કરતા આરોપીના ઘર પાસેથી અતુલ શક્તિ છકડા માંથી ઇગ્લીશ દારૂ ની પેટીઓ નંગ -૩૪ બોટલો નંગ -૪૦૮ તથા એક અતુલ શકિત છકડો નં- G – 12 – AT – 0221 મળી આવેલ જે મુદામાલ કબ્બે લઇ કાયદેસરની કાર્યવાહિ કરી આગળની વધુ તપાસ હાથ ધરેલ છે હાજર ન મળી આવેલ આરોપી : સંજય રામજી ઉર્ફે રામલો ઘુવા રહે . નગર પાલીકા કચેરી સામે , રામદેવપીરના મંદિરની બાજુમાં , અંજાર કબજે કરેલ મુદામાલ ( ૧ ) કિંગસર્ગોલ્ડ વ્હીસ્કીની બોટલો નંગ -૪૦૮ કિ.રૂ .૧,૪૨,૮૦૦૦૦ નો ( ૨ ) અતુલ શક્તિ છકડો નં- GJ – 12 – AY – 0221 કિરૂ .૫૦,૦૦૦ / ૦૦ કુલ્લે આ કામગીરીમાં અંજાર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર શ્રી એમ.એન.રાણા સાહેબ સાથે અંજાર પોલીસ સ્ટાફના માણસો સાથે રહેલ હતા .