गुजरात

ડુમસ ફરીને આવતા કપલનું ટ્રકના વ્હીલમાં ઘુસી જતા મોત, 21 દિવસ પહેલા જ થઇ હતી સગાઈ

સુરત: ડુમસ પાસેથી એક હૃદયદ્રાવક ખબર સામે આવી છે. ડુમસ ફરીને પરત ફરી રહેલા સુરત ઉધનાના (Udhna, Surat) કપલનું બાઇક મગદલ્લા ચોકડી પાસે બુધવારે સાંજે ઓવરટેક કરવા જતાં ટ્રકના પાછલા વ્હીલમાં ઘુસી ગયું હતું. જેથી બંનેને ગંભીર ઈજાઓ થઈ હતી. ટૂંકી સારવાર બાદ બંનેના મોત થયાં હતાં. નોંધનીય છે કે, 21 દિવસ પહેલા જ તેમની સગાઈ થઈ હતી. આ સમાચારથી બંન્ને પરિવારમાં શોકની કાલિમા ફેલાઇ ગઇ છે. પરિવારે જેમના લગ્નની તૈયારીઓ કરવાની હતી તે સમયે તેમના અંતિમ સફરની તૈયારી કરવી પડી રહી છે.

ડુમસ ફરવા ગયાને કાળ ભરખી ગયો

મૂળ મહારાષ્ટના  નંદુરબારના આમલાડગામે રહેતા 25 વર્ષીય પંકજ મહેન્દ્ર સાળી તેમની 25 વર્ષીય ફિયાન્સી ભાવના દિલીપ સાતપુત્રેની 21 દિવસ પહેલા સગાઈ થઇ હતી. જેથી તેઓ સુરતના ઉધના ખાતે સંબંધીને ત્યાં આવ્યા હતા. જ્યાંથી તેઓ ડુમસ ફરવા ગયા હતા. પંકજ સાથે તેનો ભાઈ અક્ષય અને અન્ય બે મિત્રો પણ ગયા હતા.

બપોરે 3 વાગ્યે ફરીને પરત ફરતા સમયે ઘરે  એસ.કે નગર ચોકડી પાસે  ટીઆરબી જવાન  હોવાથી ચાલકે ઓએનજીસી બ્રિજ તરફ બાઇક લઇ લીધી હતી. બ્રિજના છેડા પાસેથી યુ-ટર્ન મારી પાછો બ્રિજની નીચેથી સુરત જવા માટે નીકળ્યો હતો. એટલામાં ચોકડી પાસે ઓવરટેક કરવામાં ટ્રકના પાછલા વ્હીલમાં ફિયાન્સ અને ફિયાન્સી આવી ગયા હતા. બંને પરથી ટ્રકનું વ્હીલ ફરી ગયું હતું. જેને લઇને આ કપલને ગંભીર ઇજા થવા પામી હતી.

Related Articles

Back to top button