હાલોલ: ધો.10માં નાપાસ વિદ્યાર્થિની સરકારી શાળાએ આપ્યો ધો.11માં પ્રવેશ, આ રીતે ફૂટ્યો ભાંડો
હાલોલની ગુજરાત સરકાર મોડલ સ્કુલની ઘોર બેદરકારી સામે આવી છે. વર્ષ 2019માં ધોરણ 10માં નાપાસ વિદ્યાર્થિનીને (Student) ધો.11માં પ્રવેશ (10th fail student in 11th standard) આપવામાં આવ્યો હતો. જે બાદ ધોરણ 11માંની પાસની માર્કશીટ આપવામાં આવી દેવામાં આવી છે. જે બાદ આ વિદ્યાર્થિની જ્યારે ધોરણ 12નું ફોર્મ ભરવા ગઇ ત્યારે પ્રિન્સિપલે કહ્યું કે, વિદ્યાર્થિની તો પરીક્ષા આપી શકશે નહીં કારણ કે, તે દસમાની પરીક્ષામાં નાપાસ છે. ત્યારે સવાલ એ છે કે, આ ગુજરાત સરકાર મોડલ સ્કુલે ઘોરણ 11માંનાં વર્ગમાં ધોરણ 10નું પરિણામ જોયા વગર જ પ્રવેશ આપી દીધો હશે?
ધોરણ 11 પાસની માર્કશીટ પણ આપી છે
હાલોલની વિદ્યાર્થીનીએ વર્ષ 2019માં ધોરણ 10ની પરીક્ષા આપી હતી. બોર્ડ દ્વારા અપાયેલી માર્કશીટમાં ‘નીડ ઈમ્પ્રુવમેન્ટ’ નો સ્પષ્ટ ઉલ્લેખ કરાયો હતો. તેમ છતાં હાલોલની મોડેલ સરકારી સ્કૂલે 10માં ધોરણમાં નાપાસ વિદ્યાર્થિનીને અગિયારમાં ધોરણમાં પ્રવેશ આપ્યો.
આ ઉપરાંત ગુજરાત સરકાર મોડલ સ્કુલ દ્વારા એડમિશન આપ્યા બાદ ધોરણ 11 પાસની માર્કશીટ પણ વિધાર્થિનીને આપી છે. આ વર્ષે વિદ્યાર્થિની ધોરણ 12ની પરીક્ષા માટે ફોર્મ ભરવા જતાં સમગ્ર બાબત પ્રકાશમાં આવી હતી.