गुजरात

સુરત: યુવાને મિત્રો સાથે જાહેરમાં હુકો પીધો, ખંજરથી કાપી કેક, નિયમોની કરી એસીતેસી

સુરત: છેલ્લા એકે અઠવાડિયામાં સુરતમાં કોરોનાના નિયમો તોડી અને તેમાં પણ પોલીસ કમિશનર જાહેરનામાનો સતત ભંગ કરી જાહેરમાં જન્મ દિવસની ઉજવણી કરવાની અનેક ઘટના સામે  આવી છે.  કોરોનાની મહામારી વચ્ચે પણ કાયદાઓનો છડેચોક ઉલ્લંઘન કરીને જાહેરમાં જન્મ દિનની ઉજવણીનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પહેલા બુટલેગર પછી પોલીસ કર્મચારી, રાજકીય આગેવાન અને હવે એક યુવાને જાહેરમાં જન્મ દિવસની ઉજવણી કરી છે.

સુરતના સૌયદપુરા ખાતે રહેતા યુવાને પોતાના મિત્ર સાથે જાહેરમાં અને તે પણ ખંજર વડે કેક કાપીને જન્મ દિવસની ઉજવણી કરી હતી. આ યુવાન કેક કાપવા સાથે હુક્કાના પણ દમ મારતો જોવા મળે છે. આ ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ઘણો જ વાયરલ થઇ રહ્યો છે. જેમાં દેખાઇ રહ્યું છે કે, જન્મદિનની ઉજવણી કરતા યુવાનો કોરોનાની ગાઈડલાઇન તો ઠીક પણ પોલીસ કમિશનર જાહેર નામની પણ એસી તેસી કરતા જોવા મળ્યા હતા.

Related Articles

Back to top button