દહેગામમાં નવીન એસ.ટી. ડેપોનું ઈ – લોકાર્પણ કરવામાં આવ્યું. નિતીન પટેલના હસ્તે તકતીની રીબીન કાપી ખુલ્લું મુકાયું
Anil Makwana
દહેગામ
રિપોર્ટર – આર.જે. રાઠોડ.
દહેગામ શહેરમાં ભારતીય સંવિધાનના પ્રણેતા ડૉ. બાબાસાહેબ ભીમરાવ આંબેડકરની પ્રતિમા પાછળ બનાવેલ. વર્ષ ર૦૧૮માં નવા એસ. ટી. ડેપોના બિલ્ડીંગનું ખાતમુહુર્ત કરવામાં આવેલ હતું. જેની આજ રોજ કામગીરી વર્ષ ૨૦૨૧.માં પૂર્ણ કરવામાં આવતાં આ એસ.ટી. ડેપોનું બિલ્ડીંગ ૬. કરોડનાં ખર્ચે બનાવેલ એસ.ટી. ડેપોનું લોકાર્પણ કોરોના સક્રમણ ઓછું થતાં ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે ઈ – લોકાર્પણ ટીવી સ્ક્રીન પર લોકાર્પણ નિહાળ્યું હતું. આ એસ.ટી. ડેપોના ૧૨ જેટલાં પ્લેટફોર્મ એસટી ઉભી રાખવા માટે બનાવેલ છે. આ ડેપોમાં ફરજ બજાવતા ડ્રાઇવર – કંડકટર તેમજ મહિલા કર્મચારી માટે આરામ કરવા રૂમ અને શૌચાલયની સગવડ કરવામાં આવેલ છે. તદ્દઉપરાંત કેન્ટીન. બુક સ્ટોલ દુકાનો. કર્મચારી અને મુસાફરો માટે વોટર કુલર પીવાના પાણીની પરબની સુવિધા કરાઇ છે. એસ.ટી.માં અબ ડાઉન કરતાં મુસાફરો. વિદ્યાર્થીઓ માટે પાસની વ્યવસ્થા. પાર્સલ રૂમ. પુછપરછ રૂમ એસ.ટી. ડેપોના મેનેજર ઓફિસ રૂમ. બુકીંગ રૂમની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવેલ છે. તેમજ મુસાફરો માટે પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવેલ છે. આ ડેપોમાં ચોમાસામાં વરસાદી પાણીના નિકાલની પણ વ્યવસ્થા કરાઇ છે. તેવાં ડેપોને આજ રોજ ખુલ્લું મુકવામાં આવેલ છે.