गुजरात

ગોધરા દાહોદ હાઇવે ઉપર પૂરપાટ જતી કારે બાઇકને મારી ટક્કર, ત્રણ મિત્રોનાં મોત

ગોધરાના દાહોદ બાયપાસ હાઇવે ઉપર  પૂરપાટ જતા કાર ચાલકે બાઇકને ટક્કર મારી હતી. આ જબરદસ્ત અકસ્માતમાં ત્રણે યુવકોના મોત થયા તો કાર ચાલકને પણ થોડી ઈજાઓ પહોંચી છે. સ્થાનિકો પ્રમાણે કાર ખુબ સ્પીડમાં હતી જેને ભોગ ત્રણ યુવાનેને બનવું પડ્યું. એક જ ફળિયાના ત્રણ યુવકોના મોત નિપજતાં રહીશોમાં શોકની લાગણી પ્રવર્તી હતી. રહીશો દ્વારા આક્ષેપ પણ કરવામાં આવ્યો હતો કે, એમ્બ્યુલન્સને આવવામાં વાર થઇ જેના કારણે ત્રણેય યુવાનો બચી શક્યા નહીં. મૃતકોના સ્વજનો અને ફળિયાના રહીશોમાં આ ગોઝારા અકસ્માતને કારણે ભારે રોષ છવાયો હતો. તેઓ સાથે રજૂઆત માટે કલેકટર કચેરી કમ્પાઉન્ડમાં બેસી ગયા હતા. મોડી રાત્રે ડીવાયએસપી સમજાવતા મામલો થાળે પડ્યો હતો.

જે કારે બાઈકને ટક્કર મારી તે કારમાં બે કાચના ગ્લાસ જોવા મળ્યા હતા. જે જોઇને મૃતકોના સ્વજનોએ કાર ચાલક નશામાં હોવાના આક્ષેપો કર્યા છે. કારમાં સવાર વ્યક્તિને પણ ઈજાઓ પહોંચી છે.

Related Articles

Back to top button