કાર્ગો પી એસ એલ વિસ્તારમાંથી બોગસ ડિગ્રીધારક ડોકટરને ઝડપી પાડતી ગાંધીધામ બી ડીવીઝન પોલીસ
કચ્છ
રિપોર્ટર. કાંતિલાલ સોલંકી
પોલીસ મહાનિરીક્ષક શ્રી જે.આર.મોથાલીયા સાહેબ બોર્ડર રેન્જ ભુજ – કચ્છ તથા હે.પોલીસ અધિક્ષકશ્રી મયુર પાટીલ સાહેબ પુર્વ કચ્છ – ગાંધીધામ નાઓએ તથા નાયબ પોલીસ અધિક્ષક અંજારનાઓએ સુચના આપેલ કે હાલમાં ચાલતી વૈશ્વિક મહામારીનોવીડ -૧૯ ( કોરોના ) ની બિમારી ફેલાયેલ હોય જેથી જીલ્લામાં ડોકટરની ડિગ્રી ન ધરાવતા હોય અને ડિગ્રી વગરના બોગસ ડોકટરો શોધી કાઢી તેમના વિરુધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા જણાવેલ હોય જેથી આજરોજગાંધીધામ બી ડીવીઝન પો.સ્ટે . વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન મળેલ બાતમી હકીકત આધારે કાર્ગો પી એસ એલ શેરી નં ૩ ખાતે આવેલ શટર વાળી દુકાનમાં સરકારી મેડીકલ ઓફીસર શ્રી મિતેશ એલ દેવરીયા સાહેબ ગાંધીધામ નાઓને સાથે રાખી રેડ કરતા ડોકટરની ડિગ્રી ન ધરાવતા હોય અને ડિગ્રી વગરના બોગસ ડોકટરને શોધી કાઢી પકડી પાડી તેમના તેમના વિરુધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે . આરોપી,
ઇસ્લામ મણીકુલ હુશેનઅલી ઉ.વ. ૩૫ રહે હાલે કાર્ગો પી એસ એલ ગાંધીધામ મુળ રહે બાલાફોરા પોસ્ટ સાસન તા . બંગાલબારી જીલ્લો નોર્થ દિનાકપુર પશ્ચિમ બંગાળ
કબજે કરેલ મુદામાલ
( ૧ ) નેબ્યુલાઇજર મશીન
( ૨ ) સ્ટેથોસ્કોપ
( ૩ ) આઇ.વી.ફલુઇડ બોટલ નંગ ૫
( ૪ ) ઇજેકશન સીરીન નંગ ૫૦ ( ૫ ) મલ્ટીવિટામીન ઇન્જકશન નંગ ૫૦ એમ કુલ કિ.રૂ .૨૯૯૦ / -નો મુદામાલ આમ ઉપરોકત કામગીરીમાં પોલીસ ઇન્સપેકટરશ્રી એસ.એસ.દેસાઇ તથા પો.સબ.ઇન્સ . એન.આઇ.બારોટ તથા એ.એસ.આઇ. કિર્તિકુમાર ગેડીયા તથા પોલીસ હેડ કોન્સ્ટબલ ગલાલભાઇ પારગી તથા રાજદિપસિંહ ઝાલા તથા પોલીસ કોન્સ્ટબલ જયપાલસિંહ પરમાર તથા રવિરાજસિંહ પરમાર તથા મહિપાર્થસિંહ ઝાલા વિગેરેનાઓ દ્રારા આ સફળ કામગીરી કરવામાં આવેલ છે . તા .૦૧ / ૦૬ / ૨૦૨૧