गुजरात
દહેગામ એસટી. સ્ટેન્ડ સામે આવેલ ગોમતી કોમ્પલેક્ષમાં ફટાકડાની દુકાનમાં આગ ભભૂકી ઉઠતા અફડાતફડી…
ફાયર ફાયટરની ટીમ ઘટના સ્થળે તાબડતોડ દૌડી આવી હતી.

દહેગામ
રિપોર્ટર – આર.જે. રાઠોડ..
દહેગામ શહેરમાં એસટી સ્ટેન્ડ સામે આવેલ ગોમતી કોમ્પલેક્ષ ફટાકડાની દુકાનમાં એકા એક આગ ભભૂકી ઉઠતા દુકાનમાંથી કાળા ડીબાંગ ધુવાળા ગોટે ગોટ નિકળતા હતા. અને ફટાકડાના ધડાકા જેવાં આવાજ લોકોમાં અફડાતફડી મચી જવા પામી હતી.
આ ઘટના બનતા દહેગામ નગરપાલિકાના ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવેલ ત્યારે ફાયર બ્રિગેડના ફાયર ફાયટર તાબડતોડ દૌડી આવી આગ કાબુમાં લેવા પ્રક્રિયા હાથ ધરવામાં લોકોનાં ટોળે ટોળા ઉમટી પડયા હતા. પોલીસ પણ દૌડી આવી હતી. કોઇ અનિશ્ચિત બનાવ ન બને તે પોલીસ તૈનાત રહેલ. આગ ને કાબુ માં લેતાં તંત્ર રાહતનો શ્વાસ લીધો હતો.