અમદાવાદની શરમજનક ઘટના! વાસણામાં યુવક પરિણીતાના ઘરમાં ઘૂસ્યો, ચડ્ડો કાઢી કહ્યું “ભાભી અહીં આવો…બાથમાં લઈ..”
અમદાવાદ: શહેરના વાસણા વિસ્તારમાં રહેતી પરિણીતાએ સ્થાનિક શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે. આ પરિણીતા જ્યારે વાસણ ઘસતી હતી ત્યારે તે શખસ તેના ઘર સામે જોઈ રહ્યો હતો અને ત્યારે અચાનક જ આ શખસ આ પરિણીતાના ઘરમાં ઘૂસી ગયો હતો અને પોતાનો ચડ્ડો કાઢીને પરિણીતાને ભાભી અહીં આવો તેમ કહી બાથમાં લઈ નીચે સુવડાવવાની કોશિશ કરી હતી. જોકે પરિણીતાએ બૂમાબૂમ કરતા આસપાસના લોકો આવી પહોંચ્યા હતા અને સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.
વાસણા વિસ્તારમાં રહેતી 35 વર્ષીય યુવતી તેના પતિ તથા બાળકો સાથે રહે છે. આ પરિણીતાના પતિ નારણપુરા ખાતે નોકરી કરે છે. રવિવારના રોજ સાંજે આ પરિણીતા તેના ઘરે ઉપરના રૂમમાં એકલી વાસણ ઘસતી હતી. તે દરમિયાન ત્યાં રહેતો દિપક નામનો શખસ નીચે ઉભો હતો.
આ દિપક અવારનવાર વારંવાર આ પરિણીતાના ઘરની સામે જોતો હતો. જેથી પરિણીતાએ તેમની પાડોશમાં રહેતા એક મહિલાને બોલાવીને કહ્યું હતું કે તમે મારા ઘરે આવો, જેથી પાડોશી મહિલા આ પરિણીતાના ઘરમાં વસ્તુ મુકવા જતા દિપક નામનો શખ્સ એકદમ પરિણીતાના ઘરમાં ઘૂસી આવ્યો હતો.