સ્વયમ સૈનિક દળ દ્વારા રાજુલા ના અસરગ્રસ્ત ગામો માં રાશન કીટ વિતરણ
અમરેલી
રિપોર્ટર. કાંતિલાલ સોલંકી
રાજુલા તાલુકા ના અસરગ્રસ્ત લોકોની વ્હારે આવ્યા સ્વયમ સૈનિક દળ ના સૈનિકો…
રાજ્યમાં આવેલા તૌકતે વાવાઝોડાના કારણે રાજુલા તાલુકા ના અનેક લોકો બેઘર બની ગયા છે. ઘણા ગામો. માં પીવા ના પાણી થી લઇ ખાવા પીવા ના ફાફા પડી રહ્યા છે. લોકો ના મકાન પડી જવાથી ઘર વખરી પલળી ગઈ છે અનાજ બગડી ગયું છે…અનેક મુશ્કેલી નો સામનો કરી રહ્યા છે.. અનેક લોકોને અસર પહોંચી છે ત્યારે વાવાઝોડાના વિનાશ બાદ બેઘર અને અસરગ્રસ્ત લોકો માટે સ્વયમ સૈનિક દળ ના યુવાનો રાશન કિટ તૈયાર કરીને જરૂરિયાતમંદ લોકોને આપવાની સેવા શરૂ કરી છે. યુવાનોએ 1500 જેટલી રાશન કિટ તૈયાર કરીને આસપાસના ગામો…ભેરાઇ, ઉચૈયા, થોરડી ખાખબાઈ બારપટોળી વાવેરા નાની ખેરાય કોટડી…વગેરે ગામો માં બેઘર લોકો ને જીવન જરૂરિયાત રાશન કીટ વિતરણ શરૂ કર્યું છે.
આ સંગઠન ના યુવાનો કોઈ પણ પ્રકાર નો ફંડ ફાળો લીધા વગર પોતાના સ્વખર્ચે આં ઉમદા કામ કરી રહ્યા છે…
ઘરે ઘરે જઈ પોતે રૂબરૂ પરિસ્થિતિ નું નિરીક્ષણ કરી લોકો ને પીવાનું પાણી, અનાજ,કઠોળ,માસ્ક, સેનિટાઈઝેર વગેરે જીવન જરૂરિયાત વસ્તુ લોકો સુધી હાથો હાથ પોહચાડી ને લોકો ને આકરા સમય માં મદદ કરી હતી..