ભારતીય જનતા પાર્ટીના નવસારીના મહામંત્રી તરીકે ઉનાઈ ગામના માજી સરપંચ અને વાસદા તાલુકાના યુવા નેતા શ્રી અશ્વિનભાઈ બળવંતભાઈ ગામીતની નિમણૂંક કરવામાં આવી
Anil Makwana
વાસદા
રિપોર્ટર – બ્રિજેશ પટેલ
ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ દ્વારા નવસારી જીલ્લા માટે અનુસૂચિત જનજાતિ મોરચા માટે હોદ્દેદારો ની નિમણૂંક કરવામાં આવી છે.જેમા નવસારી જીલ્લા અનુસૂચિત જનજાતિ ના ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી તરીકે ઉનાઈ ગામના માજી સરપંચ અને વાસદા તાલુકાના ભાજપના અગ્રણી યુવા નેતા શ્રી અશ્વિનભાઈ બળવંતભાઈ ગામીત ની નિમણૂંક કરવામાં આવી છે.જેના પગલે વાસદા તાલુકાના અને ખાસ કરીને ઉનાઈ વિસ્તારમાં પાયાના લોકોમાં હર્ષની લાગણી વ્યાપી છે.અશ્વિનભાઈ ગામીતે ખૂબ યુવા વયે રાજકીય કારકિર્દી આરંભ કરી હતી.ઉનાઈ ગામના સરપંચ બન્યા બાદ વાંસદા તાલુકા યુવા મોરચામાં મહામંત્રી તરીકે કામ કર્યું છે ઉનાઈ વિસ્તારમાં 2019ની લોકસભાની ચૂંટણી અને 2021ની તાલુકા જિલ્લાની ચૂંટણીમાં ઉનાઈ જિલ્લા પંચાયતના ઇન્ચાર્જ તરીકેની મોટી જવાબદારી આપી હતી અને બંને ચૂંટણીઓ સફળ નેતૃત્વ કરીને તાલુકાની ત્રણ અને જિલ્લા પંચાયત જીતાડવાનો શ્રેય અશ્વિન ગામીતને જાય છે.તેઓ સતત આદિવાસી સમાજના માણસો સાથે જોડાયેલા છે.આદિવાસી સમાજને ભારતીય જનતા પાર્ટી સાથે જોડવામાં અગ્રણી ભૂમિકા ભજવતા આવ્યા છે.ડાંગ વિધાનસભા ચૂટણી તથા આદિવાસી સમાજને સરકારી યોજનાના લાભ અપાવવા તથા આદિવાસી સમાજમાં આવી પડતી મુશ્કેલીઓ સમયે અધિકારીઓ અને સરકારી લોક પ્રતિનિધિઓ સાથે સંકલન કરવા માટે અશ્વિનભાઈ હંમેશાં સમાજની પડખે રહયા છે. અશ્વિન ભાઈ એ ભારતીય જનતા પાર્ટી એ જે હોદ્દો અને જવાબદારી સોપી છે તે બદલ પાર્ટી નેતૃત્વનો આભાર વ્યક્ત કર્યો છે. સાથે સમાજને વધુને વધુ સરકારી યોજનાનો લાભ મળે,સૌનો સાથ સૌનો વિકાસ થાય તે માટે કટિબદ્ધ હોવાનું જણાવ્યું છે.