જામનગર : ઘોરકળિયૂગ! બનેવીએ દુષ્કર્મ આચરતા સાળી બની ગર્ભવતી, બાળકીને આપ્યો જન્મ
જામનગર: ઘોર કળિયૂગ! જામનગરમાં બિમાર બહેનના ઘરે આવેલી સાળી પર બનેવીએ નજર બગાડી, એટલું જ નહીં હવસનો શિકાર બનાવી સગી સાળીને કુંવારી માતા બનાવી દીધાની ઘટના સામે આવી છે. જામનગરના હાપા રેલવે સ્ટેશન વિસ્તારમાં બીમાર પત્નીની સારવાર માટે બનેવીએ પોતાની સાળી ને ઘેર રોકાવા માટે બોલાવી હતી. આ દરમિયાન સાળીને પોતાની હવસનો શિકાર બનાવી લેતાં કુંવારી સાળી સગર્ભા બની ગઈ હતી. જે મામલે પોલીસ (Police) ફરિયાદ નોંધાવ્યા પછી આખરે ભોગ બનનાર કુવારી સાળીએ જીજી હોસ્પિટલ ના બિછાને એક બાળકને જન્મ આપ્યો છે, અને કુંવારી માતા બની છે. આ ચકચારી પ્રકરણમાં પોલીસે આરોપી ભોગ બનનાર સાળી અને બાળક ના સેમ્પલ એકત્ર કરી લઇ ડીએનએ ટેસ્ટ માટેની કાર્યવાહી હાથ ધરી છે.
આ જઘન્ય ઘટનાની સનસનાટી ભરી વિગતો એવી છે કે જામનગર શહેરની ભાગોળે આવેલા હાપા રેલવે સ્ટેશન વિસ્તારમાં રહેતા એક શખ્સે નવેક મહિના પહેલા પોતાની પત્ની બીમાર હોવાના કારણે જામનગરમાં રહેતી પોતાની સાળીને સારવારમાં મદદ માટે પોતાના ઘરે બોલાવી હતી.અને તેણે પોતાની સાળી પર નજર બગાડી હતી તેમજ દુષ્કર્મ પણ ગુજાર્યું હતું. જેના કારણે કુવારી સાળી સગર્ભા બની ગઈ હતી.