गुजरात

ઉત્તર ગુજરાતના વાતાવરણમાં પલટો, અનેક ઠેકાણે ખાબક્યો વરસાદ, હિમ્મતનગરમાં ખોરવાઈ હતી વીજળી

અમદાવાદ : રાજ્યમાં ગઈકાલે મોડી સાંજથી મોડી સાત સુધી ઉત્તર ગુજરાતમાં વરસાદ ખાબક્યો હતો. ઉત્તર ગુજરાતના અનેક જિલ્લામાં વરસાદ પડ્યો હતો. ખાસ કરીને સાબરકાંઠાના હિંમતનગરમાં તો છાપરા ઉડવાની ઘટના સામે આવી હતી. હિંમતનરમાં મોડી સાંજે ભારે પવન સાથે વાવાઝોડું ફૂંકાયું હતું. શહેરના ભોલેશ્વર વિસ્તારમાં વીજળી ગુલ થતા સ્થાનિકોએ યુજીવીસીએલ કચેરીએ હોબાળો કર્યો હતો. વીજ પ્રવાબ બંધ થતાં સ્થાનિકો શરૂ કરવા માટે કમ્પલેન કરી પરંતુ કોઈ પરિણામ આવ્યું નહીં. અધિકારીઓ સાથે સાથે વાત કર્યા બાદ આજે વહેલી સવારે વીજ પુરવઠો પૂર્વરત શરૂ થયો હતો.

મહેસાણા જિલ્લાના ઊંઝાના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો. ભારે પવન સાથે વરસાદ શરૂઆત થઈ હતી. જોકે, વરસાદથી વાતવરણતી ઠંડક પ્રસરાઈ હતી. સવારથી લોકો ભારે ગરમીથી પરેશાન થયા હતા. ભારે વરસાદ થયા તો ખેડૂતોને નુકસાન થયું છે. અચાનક વાતાવરણમાં આવેલા પલટાના કારણે લોકોને ગરમીથી રાહત મળી હતી પરંતુ ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું.

Related Articles

Back to top button