गुजरात

પ્રદુષણ બાબતે શંભુભાઈએ નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ ના દરવાજા ખખડાવતા,કિડાણાની સાલ કંપની દ્વારા ફરિયાદ પાછી ખેચવા દબાણ કરાયુ

કિડાણાની સાલ કંપની લગાતાર કાળા ધુમાડા રૂપી ઝેર પ્રદુષણ બાબતે શંભુભાઈએ નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ ના દરવાજા ખખડાવ્યા

ગાંધીધામ

રિપોર્ટર – કાંતિલાલ સોલંકી

કિડાણા સ્થિત સાલ કંપની લગાતાર કાળા ધુમાડા રૂપી ઝેર ને આજુબાજુના ગામોમાં ફેલાવી રહી હતી, આ ધુમાડા રૂપી ઝેર થી ત્રસ્ત થયેલા કિડાણા ના આજુબાજુ ના ગામ લોકોએ શંભુ કરસન જરૂ ને તેના પ્રતિનિધિ તરીકે નિમિત કરી અને કંપનીને લડત આપવા નિર્ધાર કરેલ,  ભ્રષ્ટ સરકારી તંત્ર સામે આજુબાજુના ગામ લોકોએ સમૂહમાં અનેક રજૂઆતો કરવા છતાં કોઈ સકારાત્મક પરિણામ ન આવતાં નાછૂટકે શંભુભાઈ એ નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ (N.G.T.) માં SAAL કંપની વિરુદ્ધ ફરિયાદ કરવી પડી. ઉપરોક્ત ફરિયાદ પાછી ખેંચી લેવા માટે કંપની દ્વારા સંભૂભાઈ ઉપર શામ, દામ, દંડ અને ભેદની નીતિ લાગુ કરાઈ. નીતિ સફળ ન થતા કંપનીએ પોતાના વર્ચસ્વનો ઉપયોગ કરી અને શભુંભાઈને આ રીતે તડીપાર કરાવી નાખ્યા આવા સામાજિક યોદ્ધાનું મનોબળ ના તૂટે અને સાથે સાથે આવી તાનાશાહ કંપની કે જે આવા યોદ્ધાઓને કચડી નાખવા માગે છે તેમને પાઠ ભણાવવો એ આપણા સૌના માટે અનિવાર્ય બની ગયું છે.

Related Articles

Back to top button